પોરબંદર ખાતે પોલીસ દ્વારા લોનમેળા નું આયોજન કરાયું હતું જેમાં ૯૧ લાભાર્થીઓ ને રૂ ૮૦ લાખ ની લોન મળી છે.
હાલમાં રાજ્ય સરકાર દ્વારા આમ જનતાને વ્યાજખોરોના ત્રાસમાંથી બચાવવા માટે અલગ-અલગ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ હોય અને આ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ આમ જનતાને સહેલાઈ મળી રહેલ અને કોઈ અગવડતા ઉભી ન થાય તે હેતુથી દરેક શહેર જીલ્લામાં લોનમેળાનું આયોજન કરવા અપીલ કરવામાં આવેલ હોય, જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ મયંકસિંહ ચાવડા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવી મોહન સૈની દ્વારા પોરબંદર જીલ્લાની જનતાને સરકારની આ યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી લોનમેળાનું આયોજન કરવા માટે પોરબંદર શહેર વિભાગાના તમામ પોલીસ સ્ટેશનને સુચના આપેલ હતી.
જેથી પોરબંદર મુખ્ય મથકનાં નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષકના અધ્યક્ષ સ્થાને ભવ્ય લોનમેળાનું આયોજન કરવામાં આવેલ. જેમાં પોરબંદર જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટરના રીઝર્વ પો.ઇન્સ. એમ.એન.બોરીસાગર, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. કે.એન.ઠાકરીયા કિર્તિમંદિર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર કે કાબરીયા, કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તેમજ હાર્બર મરીન પોલીસ સ્ટેશન નાઓએ જહેમત ઉઠાવી લોનમેળામાં બહોળી સંખ્યામાં નાગરીકોને હાજર રહેવા અપીલ કરેલ અને લોનમેળા મા નગરપાલીકા તથા બેંકના અધિકારીઓ સાથે સંકલનમાં રહી, (૧) પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત તેમજ (૨) પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત કુલ-૨૧ જેટલા લાભાર્થીઓને કુલ રકમ ૩,૩૯,૫૦,૦૦૦/- ની લોન અપાવી, પોરબંદર પોલીસ દ્વારા આમ જનતાને વ્યાજખોરોના ત્રાસમાંથી બચાવવા માટે ભગીરથ પ્રયાસ કરવામાં આવેલ છે.