રાણાવાવ ના રાણા વડવાળા ગામે આઠ વર્ષ પહેલા થયેલ મારામારી ના બનાવ માં રાણાવાવ કોર્ટે એક આરોપી ને એક વર્ષ ની સજા ફટકારી છે.
ગત તા.૧૩/૦૩/૨૦૧૪ ના રોજ રાણાવડવાળા ગામે મારામારીના બનાવ બન્યો હતો. તેમા ફરીયાદી ભીખાભાઈ સેજાભાઈ ઉલવા પર જેઠા નાથા ઉલવા વગેરે એ લાકડી વડે માર મારી મૂઢ ઈજાઓ કરી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભીખાભાઈ ને સારવાર માટે પોરબંદર ની ભાવસિહજી હોસ્પીટલ ખાતે દાખલ કરાયા હતા. અને રાણાવાવ પોલીસ સ્ટેશનમા આઇ.પી.સી કલમ ૩૨૩ ૫૦૪ ૫૦૭(ર) ૧૧૪ જી.પી.એકટ ૧૩૫ મુજબનો ગુન્હો નોંધાયો હતો.
અને આ અંગે રાણાવાવ પોલીસે રાણાવાવ કોર્ટમા ચાર્જશીટ રજુ કરી હતી અને પીપી જે.એલ.ઓડેદરા મારફતે આઇ.પી.સી કલમ ૩રપ નો ઉમેરો કરાવી અને ફરીયાદી ને મહાવ્યથા થયેલ હોય જેથી કોર્ટએ સદર કલમનો ઉમેરો કર્યો હતો. આ દરમ્યાન કોર્ટમા કેસ ચાલી જતા સાંયોગીક પુરાવા તથા દસ્તાવેજી પુરાવા તથા નજરે જોનાર પુરાવાના આધારે એ.પી.પી જે.એલ-ઓડેદરાની ધારદાર દલીલના લીધે આરોપી નં-૧) જેઠા નાથા ઉલવા રહે.વડવાળા વાળા ને કોર્ટ ના જજ ટી જી સોલંકી એ તકસીરવાન ઠરાવી આઇ.પી.સી કલમ ૩રપ હેઠળ એક વર્ષની સજા તથા ૫૦૦રૂ. દંડ તથા આઇ.પી.સી કલમ ૩૨૩ મુજબ એક વર્ષની સજા તથા ૫૦૦ રૂ. દંડનો હુકમ કર્યો છે. આ કામે પબ્લિક પ્રોસીકયુટર તરીકે નિષ્ણાત એડવોકેટ જયેશભાઈ એલ ઓડેદરા રોકાયેલ હતા.