પોરબંદર માં સગીરા ને પ્રેમજાળ માં ફસાવી દુષ્કર્મ અચરનાર શખ્શ ને પોલીસે ઝડપી લઇ જેલહવાલે કર્યો છે.
પોરબંદર ના કડિયા પ્લોટ શેરી નં ૯ માં રહેતો રોહિત લખમણ મકવાણા નામના શખ્સે એક સગીરા ને પ્રેમજાળ માં ફસાવી હતી. અને તેની પાસે થી રૂ ૩ લાખ ૧૧ હજાર ની રોકડ અને સોનાના બે ચેન પડાવી લીધા હતા. અને તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. સગીરા ની માતા એટીએમ મારફત પૈસા ઉપાડવા ગયા ત્યારે પૈસા ન ઉપડતા તેઓએ તપાસ કરી હતી. તે દરમ્યાન સગીરા એ દવા પી આપઘાત નો પ્રયાસ કર્યો હતો. આથી સગીરા ની માતા એ આ અંગે પૂછતા સગીરા એ રોહિત અંગે કબુલાત આપી હતી.
આથી તેની માતા એ રોહિત સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રોહિત ની ધરપકડ કરી ૩ દિવસ ના રિમાન્ડ ની માંગ સાથે કોર્ટ માં રજુ કર્યો હતો. કોર્ટે તેના રિમાન્ડ નામંજૂર કરતા પોલીસે તેને જેલહવાલે કર્યો હતો.