પોરબંદર જીલ્લા માં વાવાઝોડા ની સંભાવના ના પગલે નીચાણવાળા અને દરિયાકાંઠા વિસ્તાર ના ૫૦૦૦ લોકો નું 3 થી 4 દિવસ સુધી સલામત જગ્યા એ સ્થળાંતર કરાયુ હતું. સ્થળાંતરિત કરાયેલા પાત્રતા ધરાવતા લોકો ને પ્રતિ દિવસ રૂ ૧૦૦ લેખે કેશડોલ ચુકવવાની કામગીરી તંત્ર દ્વારા શરુ કરાઈ છે.
પોરબંદર જિલ્લામાં બિપર જોય વાવાઝોડાની સાવચેતીના ભાગરૂપે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અંદાજે 5000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સ્થળાંતરિત કરાયેલા વ્યક્તિઓને સરકારના ધારા ધોરણો મુજબ પ્રતિ દિવસના રૂપિયા 100 લેખે કેશડોલ ચૂકવવામાં આવી રહી છે.
પાત્રતા ધરાવતા વ્યક્તિઓને પોરબંદર, રાણાવાવ ,કુતિયાણા મામલતદાર કચેરી તેમજ શહેરી વિસ્તારમાં નગરપાલિકાના અને મામલતદાર તંત્રના સંકલનથી કેશડોલ ચૂકવવામાં આવી રહી છે અને ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગની આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
