ભાણવડની યુવતીએ અગાઉ પોરબંદર ના ખાંભોદર ના શખ્શ સામે પોકસો અને બળાત્કારની ફરીયાદ નોંધાવી હતી.એ શખ્શે પેરોલ રજા પર છુટીને ફોન પર ધમકી આપતા વધુ એક પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
ભાણવડ રહેતી ૨૦ વર્ષની વિદ્યાર્થીની એ પોરબંદર ના ઉદ્યોગનગર પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તે પરીક્ષા આપવા માટે ભાણવડથી પોરબંદર એસ.ટી.બસમાં નીકળી હતી અને ખાપટ પહોચી એ સમયે એવો ફોન આવ્યો હતો કે,હું ખાંભોદરથી ખીમો બોલું છુ,તારે મને છોડાવવાનો છે કે કેમ?સમાધાન કરવાનું છે. અથવા હું મારી રીતના જોઈ લઈશ ત્યારપછી ફોન કટ થઇ ગયો હતો. આથી યુવતીએ તેને ફોન કરીને પોતાનો નંબર ક્યાંથી મળ્યો અને શા માટે ફોન કર્યો તેમ પૂછતા તે શખ્શે કેસમાં સમાધાન કરી લેજે નહી તો મજા નહી આવે તેવી ધમકી આપતા યુવતી ડરી ગઈ હતી.
અને ઘરે જઈને મમ્મી-પપ્પાને વાત કરતા તેઓએ હિમત આપતા ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે, ખાંભોદર ગામે રહેતા ખીમા લખુ ગોઢાણીયા નામના શખ્શ વિરુધ તેણે અગાઉ કમલાબાગ પોલીસ મથકમાં પોકસો અને બળાત્કારની ફરીયાદ નોંધાવી હતી. અને ત્યારથી ખીમો ખાસ જેલમાં છે. તેને રેગ્યુલર જામીન મળ્યા નથી.પરંતુ પેરોલ રજા પર છુટયો. ત્યારે ધમકી આપી કેસનો નિકાલ કરવા અને સમાધાન કરવા દબાણ કરતો ફોન કર્યો હોવાથી ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.