પોરબંદર માં રધુવંશી પરિવારોને જન્માષ્ટમી ના તહેવારોને અનુલક્ષીને અનાજ કીટ વિતરણ કરાયું હતું.
પોરબંદર લોહાણા મહાજન દ્વારા ધણા વર્ષો થી જન્માષ્ટમી ના તહેવારો અનુસંધાને સમાજના આર્થિક નબળા અને છૂટક રોજી મેળવતાં પરિવારોને ૧૦૦૦ જેટલી અનાજ કીટ વિતરણ કરવામાં આવેલ છે.આ રાશનકીટ માં ૫ કીલો ઘઉંનો લોટ, ૧ કીલો ખાંડ, ૧ લીટર સીંગતેલ, ૧ કીલો વેસણ, ૧ કીલો ગોળ, ફરાળી બટેટા સળી, મકાઈ-પૌવા, ચોખાના પૌવા, મમરા, નીમક સહીતની ધર–વપરાશની વસ્તુઓનો સમાવેશ છે.
આ કીટ માટે અનેક જ્ઞાતિજનોનો આર્થિક સહયોગ મળેલ છે, જેમાં મુખ્ય સહયોગ મનુભાઈ મોદી તથા સાગરભાઈ મોદી પરિવાર,શ્રી તાજાવાલા સહાયક ટ્રસ્ટ અને તાજાવાલા કન્યા છાત્રાલય, શૈલેષભાઈ રાયચુરા પરિવાર, સ્વ. ધીરજલાલ માધવજી થોભાણી પરિવાર,પ્રાર્થના ટ્રેડર્સ (કારીયા પરિવાર) નો સહયોગ મળેલ છે, જેમાં ખુટતી રકમ મહાજન ફંડમાં થી આપેલ છે.
આ કીટ બનાવવા માટે ભીખુભાઈ મદલાણી, સમીર કારીયા તથા પુર્વેશ કારીયા (પ્રાર્થના ટેડર્સ) નીલેશ પાઉં (માધવ ટેડર્સ) દિપક પાઉં (જલારામ ટેડર્સ) સરજુ પાઉ (વૃજ એન્ટરપાઈઝ) રાજુભાઈ પાઉ, જયેશ કારીયા (જયેશ ટેડર્સ) અને વિજયભાઈ દત્તાણી, પ્રશાંત સામાણી, રાજુભાઈ પાઉં, નિલેશભાઈ સામાણી, સચીન લાખાણી, મીલન પલાણ સહીતના અનેક વેપારી ભાઈઓએ જહેમત ઉઠાવી હતી. તેમજ વિતરણ વ્યવસ્થા માટે અતુલભાઈ કારીયા, પરીમલ ઠકરાર, યોગેશભાઈ તથા મહાજનવાડી સ્ટાફ એ સંભાળેલ હતી. આ સમગ્ર સેવાકાર્ય માટે મહાજન પ્રમુખ સંજયભાઈ કારીયા તથા માનદમંત્રી રાજુભાઈ લાખાણી તથા તમામ વરીષ્ટ ટ્રસ્ટીઓનું માર્ગદર્શન મળેલ હતું.








