Saturday, June 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાસ જેલમાં કુખ્યાત કેદીએ એલસીબી ટીમ સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરતા ફરજમાં રૂકાવટ ની ફરિયાદ

પોરબંદરની ખાસ જેલમાં સુરતના કેદીએ એલસીબી ટીમ ની ફરજમાં રૂકાવટ કરીને જાતે જ માથું બ્લેક બોર્ડમાં અથડાવીને પોતાને ઈજા પહોંચાડી ઝપાઝપી કરતા ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ શામજીભાઈ શિયાળ દ્વારા કમલાબાગ પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર આર.કે.કાંબરીયા, હેડ કોન્સ્ટેબલ લખમણભાઇ મેરૂભાઈ ઓડેદરા,કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ દશરથસિંહ પરમાર, નટવરભાઈ દુદાભાઈ ઓડેદરા, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડના હેડ કોન્સ્ટેબલ એ.એન. કારાવદરા, જે.એન. ભરડા, નિલેષ ચનાભાઈ, કમલાબાગ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ભીમશીભાઈ પરબતભાઈ, લખુભાઈ નેભાભાઈ સહિત પોલીસ સ્ટાફની ટીમ પોરબંદર જિલ્લા પોલીસવડાના આદેશ મુજબ દર મહિનાની પહેલી તથા ૨૧ મી તારીખે ખાસ જેલ તથા સિવિલ હોસ્પિટલના કેદીના વોર્ડનું જરૂરી ચેકિંગ કરવા જવાનું હોવાથી ૨૧ મી જુને સાંજે પોરબંદરની ખાસ જેલમાં ચેકિંગ અર્થે ગયા હતા અને જિલ્લા પોલીસ કર્મચારીઓ અને સ્ટાફ સાથે જેલની અંદર અને બહાર ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા.એ દરમિયાન વોર્ડ નં-૨ માં ચેક કરતા હતા,ત્યારે બેરેક નં-૬ માં રહેતો સાજીદ ઉર્ફે સરજુ ગુલામ મોહમ્મદ કોઠારી પોતાની બેરેકમાંથી પોલીસ સ્ટાફ વિશે એલફેલ બોલતો હતો અને રોફ જમાવતો હતો.

ઇન્સ્પેક્ટર આર.કે.કાંબરીયા પાસેથી તે રોફ જમાવતો પસાર થતા ઇન્સ્પેક્ટરે તેને સીધી રીતે ચાલીને બેરેકમાં જવાનું કહ્યું હતું તેથી આ સાજીદ ઉર્ફે સરજુ ત્યાં બોલાચાલી કરવા લાગ્યો હતો.આથી તેઓને સમજાવ્યો હતો કે,એલ.સી.બી. સ્ટાફ અને અન્ય ટીમ જેલ ચેકિંગ માટે આવી છે છતાં અમારી સાથે કેમ આવું વર્તન કરે છે? ત્યારે આ સરજુએ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ સાથે ગાળો બોલીને અને ઝપાઝપી કરવા લાગ્યો હતો તેથી સરજુને જેલ અધિક્ષકની ઓફિસ ખાતે લઈ જઈને સમજાવવા છતાં કોઈપણ અધિકારીની વાત સમજયા વગર અને સાંભળ્યા વગર દાદાગીરી કરવાનું તથા ઝપાઝપી કરવાનું ચાલુ રાખ્યું હતુ.
એટલું જ નહીં પરંતુ ધમકી આપી હતી કે,તમે પોલીસ ખાતામાં છો એટલે શું થયું? હું કોઈથી ડરતો નથી હું સુરતનો ડોન છું અને ગુજ-સી-ટોક -માં અહીં આવેલ છું હું તમો બધાને જેલમાંથી છુટીને મારી નાખીશ તેવી ધમકીઓ આપવા લાગ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તમો પોલીસને કેમ ફસાવવા તે હું સારી રીતે જાણું છું તેમ કહી પોતાની રીતે ઓફિસમાં આમતેમ ભટકાઈને પોતાની રીતે પોતાની આંખ પાસે અને શરીરે ઇજા કરવા લાગ્યો હતો અને પોતાનું માથું પણ ઓફિસમાં રહેલા બ્લેક બોર્ડમાં ભટકાડીને એવું કહેતો હતો કે હું તમારી વિરૂદ્ધ ખોટી ફરીયાદ કરીશ અને તમને પણ જેલમાં ધકેલી દઈશ તેવી ધમકીઓ આપતો હતો.

આથી તે અંગે જેલ અધિક્ષકને રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને ખાસ જેલ ખાતે જેલ ચેકિંગ દરમિયાન કાચા કામના આરોપી તરીકે સજા ભોગવી રહેલા સાજીદ ઉર્ફે સરજુ કોઠારી નામના મુળ સુરત તથા હાલ પોરબંદરની જેલમાં રહેતા ઈસમ સામે પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી પોલીસ સ્ટાફ સાથે ગાળાગાળી તથા ઝપાઝપી કરી પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુન્હો નોંધાવતા કમલાબાગ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આરોપી નો ગુનાહિત ઈતિહાસ
સજ્જુ કોઠારી સામે સુરત માં પણ અનેક ગુન્હા નોંધાયેલા છે વ્યકિતગત તથા ગેંગ બનાવી શહેરમાં વિવિધ વિસ્તારમાં લૂંટ, ખંડણી, સરકારી કર્મચારી ઉપર હુમલો, મારામારી, રાયોટીંગ, જાનથી મારી નાખવાની ધમકી, આર્મસ એકટ તથા જાહેર સુલેહ શાંતિ વિરુધ્ધના અનેક ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયા છે.ત્યાર બાદ તેના પર ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી થતા ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતા ભાગતો ફરતો હતો જેને ગુજરાત એટીએસે ૧૫-૩-૨૧ ના રોજ મુંબઇના દહીંસર માંથી ઝડપી લીધો હતો.૨ વર્ષ પૂર્વે એક ગુન્હા માં અટકાયત માટે ગયેલી પોલીસ સાથે ઝપાઝપી કરી સજ્જુ ફરાર થયો હતો તે સમયે પણ ફરજ માં રુકાવટ નો ગુન્હો નોંધાયો હતો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે