પોરબંદરના ઉદ્યોગપતિ નો પુત્ર કાર લઈને લોકલ ક્રાઈમ બ્રાંચની કચેરી પાસેથી નીકળ્યો ત્યારે એક શખ્સે જુના મનદુઃખ ના કારણે તેની કારણે ઠોકર મારી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરના એરપોર્ટ સામે નંદઆનંદ એપાર્ટમેન્ટમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિ હરીરામ ચમ ના પુત્ર દેવે (ઉવ ૨૫) નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે તા ૨૬ ની બપોરે પોતાની કાર લઈને વાઘેશ્વરી પ્લોટમાં રહેતા માતાપિતાના ઘરે જવા નીકળ્યો હતો ત્યારે એલ.સી.બી.કચેરીની બહાર આવેલા વળાંક પર પહોચ્યો ત્યારે પાછળ કાર લઇ ને આવી રહેલા મેમણવાડામાં રહેતા ચેતન ગગુભાઈ પરમારે અચાનક જ કાર ની સ્પીડ વધારીને દેવની કારના પાછળના ભાગે અથડાવી હતી.
જેથી દેવે પોતાની કાર બાજુ પર ઉભી રાખતા ચેતન કાર લઈને પાસે આવ્યો હતો. અને હવે પછી ધ્યાન રાખજે ક્યાય મારા ધ્યાનમાં આવીશ તો તને મારી નાખીશ તેમ કહી પુરઝડપે કાર લઇ ને નાસી ગયો હતો. કાર પાછળથી અથડાવા ના કારણે પોતાની કાર માં નુકશાન થયું હોવાનું જણાવ્યું છે. તથા દેવ ચમે અગાઉ ચેતન પરમાર સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. અને તેનું મનદુઃખ રાખીને બનાવ બન્યો હોવાનું પણ ફરિયાદ માં જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.