પોરબંદર ના ભાવેશ્વર મહાદેવ મંદિર નજીક થી પોલીસે યુવતી ને વહેલી સવારે નશા ની હાલતમાં ઝડપી લીધી હતી જો કે યુવતી એ પોલીસ ને એવું જણાવ્યું હતું કે કોઈ ફ્રેન્ડે જ તેને બળજબરી થી દારૂ પીવડાવ્યો હતો અને બાદ માં ઝઘડો થતા કાવેરી હોટલ પાસે તેનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો.ત્યારે પોલીસે એ દિશા માં પણ તપાસ હાથ ધરી છે.
પોરબંદરના કમલાબાગ પોલીસ મથકના વુમન પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન જેઠાભાઈ જાદવે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ નાઈટ ડયુટીમાં હતા. ત્યારે પી.સી.આર.વેન ના ઇન્ચાર્જ કોન્સ્ટેબલ હરીશભાઈ દેવશીભાઈએ એવી માહિતી આપી હતી કે, ભાવેશ્વર મંદિર નજીક સામેની ગલીમાં એક મહિલા કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી છે. તેથી તેઓ વાન સાથે સ્થળ પર જઈ તપાસ કરતા એક યુવતી નશા ની હાલતમાં મળી આવી હતી. આથી તેને પોલીસ મથક ખાતે લાવી પૂછપરછ કરતા પોતાનું નામ ભાવેશ્વર મંદિર પાસે રહેતી રિયાબેન દેવભાઈ ચમ (ઉવ ૨૫) હોવાનું જણાવ્યું હતું. તેથી પોલીસે તેની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે. આ યુવતી એ અગાઉ જાણીતા ઉદ્યોગપતિ પરિવાર ના પુત્ર દેવ ચમ સાથે લગ્ન કર્યા હોવાનું તથા હાલ તે માતા સાથે રહેતી હોવાનું જાણવા મળે છે. અને તેને કોઈ ફ્રેન્ડે જ બળજબરી થી દારૂ પીવડાવ્યો હોવાનું અને ત્યાર બાદ કાવેરી હોટલ પાસે તેની સાથે ઝઘડો કરી તેનો મોબાઈલ પણ તોડી નાખ્યો હોવાનું પોલીસ ને જણાવ્યું છે. ત્યારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.