પોરબંદર જીલ્લા માં અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવા વહીવટીતંત્ર દ્વારા આજે તા ૧૭ થી ૨૨ ફેબ્રુઆરી સુધી પ્રથમ તબક્કા માં ૧૮ ગામો માં લોકજાગૃતિ ના કાર્યક્રમ યોજાશે.
પોરબંદર જિલ્લામાં અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તા. ૧૭ તા. ૨૨ ફેબ્રુઆરી સુધી જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ જાગૃતિના કાર્યક્રમો અંતર્ગત શેરી નાટક તેમજ આરોગ્ય સેવા જાણકારી વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૭ ના રોજ ચુનારવાસ કુતિયાણા, ટીંબીનેસ, સારણનેસ, હામદપરા અને બાલોચ, તા. ૧૮ના રોજ કંટોલ, અમિપુર, છત્રાવા, નવીબંદર, ચિત્રાકેડા, તા. ૧૯ના રોજ મિત્રાળા, એરડા,માધવપુર -૨, મોચા, મંડેર, તા. ૨૦ના રોજ જાંબુ, ઠોયાણા , વાડોત્રા, ઝારેરાનેસ, સાતવીરડાનેસ, તા. ૨૧-ના સીમર, ઇશ્વરીયા, રોજીવાડા, ખાંભોદર, મજીવાણા તેમજ તા. ૨૨ના રોજ મિયાણી, બરડિયા, હાથીયાણી, કોલીખાડા અને વિંજરાણા ખાતે આરોગ્ય વિષયક લોકજાગૃતિ માટેના નાટક યોજાશે.
ગામે ગામ લોકોમાં જાગૃતિ આવે તે માટે આરોગ્યવિષયક સહિત સેવાઓના પ્રચારનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મીડિયા તેમજ માહિતી ખાતાનો સહયોગ લઈ લોકજાગૃતિમાં સૌનો સહકાર મેળવી લોકોમાં અંધશ્રદ્ધા સામે જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ કાર્યક્રમમાં કલેકટર ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીનું પણ માર્ગદર્શન મળ્યું છે અને વધુમાં વધુ લોકજાગૃતિ આવે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આરોગ્યની ટીમ પ્રયત્ન કરી રહી છે. આ કાર્યક્રમનું સંકલન જિલ્લા માહિતી કચેરી કરી રહી છે તેમ આરોગ્ય અધિકારી ડો.કરમટા એ જણાવ્યું હતું.