Friday, June 13, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં વૃદ્ધા ને પરિચિત મહિલા એ ઘરે બોલાવી ૪ તોલા સોનાના બે વેઢલા ની કરી લુંટ

પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં જોષી સ્કૂલ પાસે શેરી નં.૧૧માં રહેતા વૃધ્ધાને તેની પરિચિત મહિલાએ બામ લગાડતી વખતે આંખમાં આંગળી નાખીને ચુંદડી વડે મોઢું દબાવી રૂા. ૩ લાખના સોનાના વેઢલાની લૂંટ કરી હોવાની પોલીસ નોંધાઈ છે.

પોરબંદર ના ઝુંડાળામાં શેરી નં.૧૧ જોશી સ્કૂલની બાજુ મા રહેતા રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા લીરીબેન દેવાભાઈ કુછડીયા નામના ૭૫ વર્ષના વૃધ્ધાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે એકલવાયુ અને નિવૃત્ત જીવન ગાળે છે.પાંચ છ મહિના પહેલા ઝુંડાળાના પોરાઈ માતાજીના મંદિર પાસે હરદાસ ઉર્ફે વાઘેલો માલદે બાપોદરા નામના ઇસમ સાથે રહેતી વેજી ઉર્ફે વાલી સવદાસ બોખીરીયા તેના ઘરે આવી હતી અને લીરીબેન સિલાઇકામ કરતા હતા તેથી તેમનું સિલાઇનું મશીન વેજીને વેચાતુ લેવુ હોવાથી બંનેની ઓળખાણ થઇ હતી. અને પાંચ હજાર રૂપિયામાં લીરીબેને વેજીને સિલાઇમશીન વહેચ્યુ હતુ. ત્યારબાદ તેઓ અવારનવાર વેજીબેનના ઘરે જતા આવતા હતા.

તા. ૯-૬ના સાંજે લીરીબેન ઘર નજીક નીકળ્યા ત્યારે તેને રસ્તામાં વેજી મળી હતી અને લીરીબેનને વેજી પાસેથી સિલાઇના કપડાના ૨૦૦ રૂા. લેવાના હતા તેમાંથી ૧૦૦ રૂા. અગાઉ આપ્યા હતા અને બાકીના ૧૦૦ રૂા.દેવા માટે વેજીએ એવુ કહ્યુ હતુ કે, ‘ચા-પાણી પીતા જાવ અને ઘરે તમને પૈસા આપી દઉં’ તેમ કહેતા આ વૃધ્ધા વેજીના ઘરે ગયા હતા.

ત્યારબાદ વેજી ઉર્ફે વાલી તેના ઘરના ઉપરના માળે વૃધ્ધા લીરીબેનને લઈ ગયા હતા અને ‘લીરી આઈ, હું આ બામની નવી શીશી લાવી છું. લાવો તમને લગાવી દઉં’ તેમ કહ્યુ હતુ પરંતુ વૃધ્ધાએ તેને ના પાડી હતી છતાં ‘તમે લગાવી જુઓ, બહુ સારી બામ છે.’ તેમ કહીને કપાળમાં બંને હાથે બામ ઘસતા ઘસતા અચાનક જ લીરીબેનની આંખમાં બામવાળી આંગળી નાખી દીધી હતી અને ઘસવા લાગી હતી. આથી વૃધ્ધા બુમાબુમ કરતા ચુંદડી વડે મોઢુ દબાવીને સેટી ઉપર તેમને પાડી દીધા હતા અને બંને કાનના વેઢલાની કળી હાથ વડે તોડીને ૩ લાખ રૂપિયાના વેઢલા કાઢી લીધા હતા.

આથી વૃધ્ધાએ ‘તું આમ કેમ કરી રહી છો?’ એમ કહ્યુ હતુ પરંતુ વેજીએ કશુ સાંભળ્યુ ન હતુ અને ફિનાઈલનો શીશો લઇને આવી ગઇ હતી તથા એ ફિનાઈલ લીરીબેનને પીવડાવવા જતા તેમણે હાથેથી ધક્કો મારી દીધો હતો જેથી ફિનાઇલ વૃધ્ધાના કપડામાં પડયુ હતુ ત્યારબાદ વેજી ઉર્ફે વાલી પોતાનો બચાવ કરવા માટે એવુ બોલવા લાગી હતી કે ‘લીરીઆઇએ ફિનાઈલ પીધુ’ જેમ તેમ કરીને વૃધ્ધા ત્યાથી નીકળીને તેમના લતામાં આવી ગઇ હતી અને બનાવની વાત કરી હતી. સરકારી દવાખાને આંખ બતાવ્યા બાદ કમલાબાગ પોલીસમથક ખાતે આવીને લીરીબેન કુછડીયાએ વેજી ઉર્ફે વાલી સવદાસ બોખીરીયા સામે તેના ઘરે બોલાવી, કપાળે બામ લગાડી પોણાચાર તોલા સોનાના ૩ લાખના વેઢલા બળજબરીથી કાઢીને લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે