તાજેતરમાં જ પૂર્ણ થયેલ વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨માં પોરબંદર જિલ્લાના ચૂંટણી કામગીરીમાં કામ કરનાર મહેસૂલી કર્મયોગીઓનો અભિવાદન પ્રોત્સાહન સમારોહ જિલ્લા સેવા સદન-૧ ના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ તકે કર્મચારીઓને પ્રમાણપત્ર પાઠવીને બિરદાવવામાં આવ્યા હતા.
જિલ્લા કલેકટર અશોક શર્માએ ચૂંટણીમાં ફરજબધ્ધ રહેલા મહેસૂલી કર્મચારીઓ,અધિકારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નિષ્ઠા,સેવા અને શિસ્તએ કર્મયોગી ઓળખ છે. આ ચૂંટણીમાં સૌએ એક ટીમની જેમ કાર્ય કર્યું હતું. તથા કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી.
સમારોહમાં નિવાસી અધિક કલેકટર એમ.કે.જોશી, પ્રાંત અધિકારી પોરબંદર કે.જે.જાડેજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલ જોશી સહિત અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


