પોરબંદર ના ત્રણ માઈલ નજીક આવેલ પેટ્રોલપંપ માં કાર ચાલક સીએનજી ભરાવી પૈસા આપ્યા વગર નાસી જતા પમ્પ ના કર્મચારી એ એસપી ની મદદ માંગતા પોલીસે વાહન માલિક ને શોધી પૈસા ભરપાઈ કરાવ્યા હતા
પોરબંદરના બોખીરા વિસ્તારમાં ત્રણ માઇલ નજીક પેટ્રોલપંપમાં કામ કરતા કર્મચારીએ એસપી ને એસ.એમ.એસ. કરીને મદદ માંગતા જણાવ્યું હતું કે ‘એક કારચાલક સી.એન.જી. ગેસ ભરાવીને તેના ૫૯૦ રૂ।. આપ્યા વગર ફૂલસ્પીડે કાર ચલાવી નાસી ગયો છે. હું નાનો કર્મચારી છું અને મારો ૭૦૦૦ રૂા. પગાર છે. તેમાંથી અમારા શેઠ પૈસા કાપી લેશે માટે મને મદદ કરવા વિનંતિ છે. તેમ જણાવીને કાર ના નંબર પણ મોકલ્યા હતા.આથી એસપી
ભગીરથસિંહ જાડેજાએ તુરંત ઉદ્યોગનગર પોલીસને આ અંગે કાર્યવાહી કરવા સુચના આપી હતી આથી પોલીસે કાર ના નંબર ઉપરથી તાત્કાલિક તેના માલિક ની શોધ કરી તેનો સંપર્ક કર્યો હતો અને રૂ ૫૯૦ ઓનલાઈન ભરપાઇ કરાવ્યા હતા આથી કર્મચારીએ એસપી સહીત પોલીસ સ્ટાફ નો આભાર માન્યો હતો