પોરબંદર શહેર માં ફાયરસેફટી એન ઓ સી ન ધરાવતા બે બહુમાળી બિલ્ડીંગના ૧-૧ દરવાજા ફાયરબ્રિગેડ ટીમ દ્વારા સીલ કરાયા હતા. અને વહેલીતકે એનઓસી મેળવી લેવા સુચના અપાઈ હતી.
પોરબંદર માં અનેક હોટલ,રેસ્ટોરન્ટ,હોસ્પિટલો અને એપાર્ટમેન્ટ માં જરૂરી ફાયર સેફટી ના સાધનો નથી. તો કેટલીક ઈમારતો માં ફાયરબ્રિગેડ વિભાગ નું એનઓસી નથી. હાઈકોર્ટ દ્વારા ફાયર સેફટી મુદે સરકાર ને કાર્યવાહી કરવા સુચના આપવામાં આવતા રીજીયોનલ ફાયર ઓફિસર દ્વારા આદેશ ના પગલે પોરબંદર ફાયરબ્રિગેડ ટીમ દ્વારા ફાયર એનઓસી ન હોય તેવા બે બિલ્ડીંગ કમલાબાગ સામે આવેલ શ્રીજી ટાવર તથા વાડી પ્લોટ શેરી નં ૧ માં આવેલ વિવેકાનંદ એપાર્ટમેન્ટ ના ૧-૧ દરવાજા સીલ કરાયા હતા.
ફાયર સ્ટેશન ઓફિસર રાજીવ ગોહેલે જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન ફાયરબ્રિગેડ ટીમ દ્વારા ૧૦૦ બહુમાળી ઈમારતો ને ફાયર એનઓસી મેળવી લેવા નોટીસો અપાઈ હતી. પરંતુ હજુ મોટા ભાગ ની ઈમારતો એ એનઓસી મેળવી નથી. ત્યારે બે ઈમારત ના એક એક દરવાજા સીલ કરાયા છે. હજુ આ કામગીરી આગામી સમય માં પણ ચાલુ રહેશે તેવું જણાવ્યું છે. દરવાજા સીલ કરતી વખતે લોકો ના ટોળા એકત્ર થયા હતા. સીલ કરાયેલ ઈમારતો માં શ્રીજી ટાવરના 8 માળ માંથી ૩ માળ માં કોમર્શીયલ અને બાકી ના ૫ માળ રહેણાંક જયારે વિવેકાનંદ એપાર્ટમેન્ટ માં તમામ 7 માળ રહેણાંક હોવાનું જાણવા મળે છે.