Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

મંડેર ગામે ગ્રામપંચાયતની મીટીંગમાં સરપંચ અને સભ્ય વચ્ચે બઘડાટી થતા સામસામી ફરિયાદ:સરપંચનો પતી પીધેલ હાલત માં મળતા તે અંગે પણ ગુન્હો નોંધાયો

મંડેર ગામે ગ્રામપંચાયતની બેઠકમાં મહિલા સરપંચ તથા ગ્રામપંચાયતના સભ્ય વચ્ચે બઘડાટી થતા બન્ને પક્ષે સામસામી પોલીસ ફરીયાદ નોંધાવી છે. બીજી તરફ સરપંચ નો પતી નશા ની હાલત માં મળી આવતા તે અંગે પણ અલગ ગુન્હો નોંધાયો છે.

પોરબંદર ના ઘેડ પંથક ના મંડેર ગામે સરપંચ તરીકે સેવા આપતા મંજુલાબેન ગોપાલભાઈ પરમાર(ઉવ ૪૦)એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ ગઈકાલે બપોરે ૧૨ વાગ્યે ગ્રામપંચાયત ખાતે મીટીંગ હોવાથી તલાટીમંત્રી,ગ્રામપંચાયતના સભ્યો હાજર હતા મીટીંગ શરૂ થતા સભ્ય વિનુભાઈ ગોવિંદભાઈ પરમારે ગામમાં અવેડાનું કામ ,સૌચાલયનું કામ અને અનુસૂચિત જાતિ વાસના સ્મશાનમાં બેઠક રૂમ બનાવવાનું કામ ચાલુ છે તેની વિગતો અને કાગળ માંગ્યા હતા અને પંચાયતના સભ્યો હોય એ જ મીટીંગમાં હાજર રહે અન્ય લોકો ને બહાર નીકળી જવા જણાવ્યું હતું.

તેથી સરપંચના પતિ ગોપાલ મંગાભાઈ બહાર નીકળતા હતા ત્યારે મંજુબેને પોતાના પતી બેસે તો કોઈ વાંધો છે તેમ પૂછતા વિનુ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો અને સરપંચના પતિને કાઠલો પકડીને અંદર ખેચી લીધા હતા અને થપ્પડ મારીને આજ પછી કામમાં વચ્ચે આવશે તો મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ મંજુબેનને “તમે સરપંચ છો તો કાગળો તમારે સાથે રાખવા જોઈએ”તેમ કહીને સરપંચે માથે ઓઢેલી ચુંદડી ઝુટવીને નીચે ફેકી દીધી હતી,અને તેની સાથે પણ ઝઘડો કરવા લાગ્યો હતો.આથી ઉપસરપંચ અને તલાટી એ વચ્ચે પડીને ઝઘડો શાંત કરાવ્યો હતો ,એ દરમિયાન પોલીસ દોડી આવી હતી અને સરપંચ ની ફરિયાદ નોંધી હતી.

સામે પક્ષે વિનોદભાઈ એ નોંધાવેલ ફરીયાદ મુજબ પંચાયતની બેઠક દરમ્યાન તેઓએ તલાટીમંત્રી પાસે સ્મશાનમાં બેઠક રૂમ બનાવવાની કામગીરી ચાલુ છે તેના કાગળ માંગ્યા હતા.આથી સરપંચ મંજુલાબેને કાગળો ઘરે હોવાનું જણાવ્યું હતું ત્યાર બાદ ગોપાલ મંગા પરમાર અને મંજુબેને વિનોદને ગાળો દઈને કોઈ કાગળ દેવા નથી તારાથી જે થાય તે કરી લેજે કહી ધક્કો મારી નીચે પછાડી દીધો હતો અને પોતાના ભાઈઓને ફોન કરીને બોલાવી લેતા મોહન મંગા,ગૌતમ મોહન અને દિનેશ મંગા ત્યાં આવી વિનુભાઈ સાથે ઝઘડો કરીને ગાળો બોલવા લાગ્યા હતા અને ગૌતમે મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે બન્ને ની ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે

સરપંચ નો પતી નશા ની હાલત માં મળતા ધરપકડ
માધવપુર પોલીસ સ્ટેશન ના કોન્સ્ટેબલ રામભાઈ ઓડેદરાએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે મંડેર ગામેથી ગોપાલ મંગા પરમારે ગ્રામપંચાયતની મીટીંગમાં ઝઘડો થયો હોવાની જાણ કરતા તેઓ તુરંત ત્યાં દોડી ગયા હતા અને ગોપાલને બનાવ અંગે માહિતી આપવાનું કહેતા તે પોલીસની નજીક આવીને માહિતી આપતો હતો ત્યારે તેના મોઢામાંથી કેફી પ્રવાહી પીધું હોય તેવી વાસ આવતી હતી. અને શરીર નું સમતોલપણું જાળવી શકતો ન હતો આથી પોલીસે ગોપાલની ધરપકડ કરી હતી સરપંચનો પતિ જ બેઠક માં નશા ની હાલતમાં મળી આવતા ચકચાર મચી છે

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે