Tuesday, July 1, 2025

|| तुम रक्षक काहू को डरना ||

માધવપુર ગામે કુટુંબી ભાઈ એ પ્રેમ સબંધ માં દગો દઈ મારી નાખવાની ધમકી આપતા પરિણીતા નો આપઘાત:જાણો સમગ્ર મામલો

માધવપુર ગામે પરણીતા એ એક માસ પહેલા કરેલ આપઘાત ના બનાવ માં ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૃતક ને કુટુંબી ભાઈ એ જ પ્રેમ સબંધ માં દગો દઈ મારી નાખવાની ધમકી આપતા પરિણીતા એ આ પગલું ભર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી છે.

કેશોદ ના અગતરાય ગામે રહેતા સેમીનાબેન આરીફભાઈ હિંગોરા તે ડો/ઓ હાસમભાઈ કાસમભાઈ જોખીયા (ઉ.વ ૨૫)એ માધવપુર પોલીસ મથક માં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ ચાર બહેન તથા બે ભાઈઓ છે. જેમાં સૌથી મોટી ફજુબેન પાટણવાવ ખાતે સાસરે છે. તેનાથી નાની બહેન રહેમત છે. જે અમરાપર ગામ સાસરે છે. તેનાથી નાની બહેન શહેનાઝ હતી જે અગતરાઇ ગામ ખાતે સાસરે હતી. તેનાથી નાના ભાઈઓ જાન મહોમદ અને દોસમહોમદ છે. જેના લગ્ન થઇ ગયેલ છે. સૌથી નાની સેમીનાબેન છે અને તેના લગ્ન અગતરાઈ ગામ ખાતે રહેતા આરીફભાઈ જુસબભાઇ હિંગોરા સાથે છએક મહીના પહેલા થયા છે જયારે તેની બહેન શહેનાઝ ના લગ્ન પંદરેક વર્ષ પહેલા અગતરાઇ ગામે રહેતા રસીદભાઈ કાસમભાઇ હીંગોરા સાથે થયા હતા અને તેને સંતાન માં એક દીકરી તથા એક દીકરો છે. જેમાં મોટી સાનીયા છે. તેનાથી નાનો દીકરો એહાન છે.

ગત તા.૨૭/૧૦/૨૪ ના સેમિના તથા મોટી બહેન શહેનાઝ પિતાજીના ઘરે માધવપુર ગામે આટો મારવા આવ્યા હતા અને બન્ને બહેનો પિતાજીના ઘરે જ છ થી સાત દીવસ રોકાયેલ હતી અને ગત તા.૨/૧૧ ના રાત્રીના તેઓ , શહેનાઝ તથા માતા-પિતા તથા ભાઈ એમ બધા ઘરના સભ્યો સાડા બારેક વાગ્યા સુધી ફળીયામાં બેઠેલ હતા અને સાડા બારેક વાગ્યે શહેનાઝએ કહેલ કે મને નીંદર આવે છે. મારે સુઇ જાવુ છે. તેમ વાત કરી તે ઘરની પાસે આવેલ ઢાળીયામા સુવા માટે ગયેલ હ તી જયારે ઘર ના અન્ય સભ્યો પણ અલગ અલગ રૂમમા સુઇ ગયા હતા અને બાપુજી બહાર ફળીયામાં ખાટલો નાખી સુતા હતા. અને આશરે એકાદ વાગ્યાના વખતે ભાભી હમીદાબેન ઉઠેલ અને બહાર નીકળી રાડારાડી કરી બોલાવતા ઘરના સભ્યો ઘરમાથી નીકળી ઢાળીયા બાજુ જતા શહેનાઝ ઢાળીયામાં લાકડાની આડી (વરો) સાથે ચુંદડી/ઓઢણી વડે ગળાફાસો ખાઈ લટકતી હતી જેથી તેઓને નીચે ઉતરતા તે કાંઈ બોલતી ચાલતી ન હતી. જેથી તેને ૧૦૮ મારફત માધવપુર સરકારી દવાખાને લઇ જતા ફરજ પર તબીબે શહેનાઝને મૃત જાહેર કરી હતી આથી તેના પીએમ ની વિધિ પતાવી તેની લાશ તેનો પતી રસીદભાઈ અગતરાઈ ખાતે અંતીમવિધી માટે લઇ ગયો હતો.

શહેનાઝના લગ્ન પંદરેક વર્ષ પહેલા થયા બાદ સેમીનાબેન ના લગ્ન પણ છએક મહીના પહેલા તેના કુટુંબી દેર આરીફભાઇ જુસબભાઇ હિંગોરા સાથે કરાવ્યા હતા સેમીનાબેન ના લગ્નના ચારેક મહીના પછી તેનો કુટુંબી ભાઈ ઇસ્માઈલ અમીનભાઈ જોખીયા રહે. માધવપુર વાળો તેના ઘરે આટો મારવા આવતો અને તેના ઘરેથી તેના ફોનમાથી બહેન શહેનાઝ સાથે વાતચિત કરતો અને શહેનાઝ ના ઘરે પણ જતો હતો શહેનાઝ પણ સેમીનાબેન ના ઘરે આવી તેના ફોનમાંથી ફોન કરી ઇસ્માઇલ સાથે અવાર નવાર વાતચિત કરતી હતી , જેથી સેમીનાબેન ને શહેનાઝ તથા ઇસ્માઇલભાઈ ઉપર શંકા જતા તેઓએ શહેનાઝને તારે ઇસ્માઇલ સાથે આડા સંબંધ છે ? તેમ કહેતા, બહેન શહેનાઝે હા મારે ઈસ્માઈલ સાથે પ્રેમ સંબંધ છે અને તુ આ વાત કોઈને કરીશ તો મારા દીકરાના સમ છે. તેમ કહેલ અને શહેનાઝે સમ આપતા સેમીનાબેને આ વાત ઘરના સભ્યોને કે પિતાજીના ઘરના સભ્યોને કરેલ ન હતી.

પરંતુ આ વાત શહેનાઝે તે જ દિવસે ઇસ્માઇલને કરતા તેના બીજા દીવસે બપોરના બે વાગ્યાની આસપાસ ઘરે કોઈ હાજર ન હતુ, ત્યારે ઇસ્માઇલ સેમીનાબેન ના ઘરે આવ્યો હતો અને કહેલ કે, તુ કાલે તારી બહેન શહેનાઝને શું કહેતી હતી , મારે તથા શહેનાઝને પ્રેમ સબંધ છે અને અમે બન્ને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને મારે શહેનાઝને મારી સાથે ભગાડીને લઈ જવાની છે. અને તુ જો આ વાત કોઈને કરીશ તો હું તને જાનથી મારી નાખીશ, તેમ ધમકી આપતા સેમીનાબેન ને બીક લાગતા તેઓએ આ વાત કોઇને કરેલ ન હતી અને તેઓ તથા શહેનાઝ પિતાજીના ઘરે માધવપુર આટો મારવા આવ્યા તેના ત્રણ ચાર દીવસ પહેલા શહેનાઝ તથા ઇસ્માઇલભાઈને ફોનમા માથાકુટ ઝગડો થયો હતો અને ગઇ તા. ૩૧/૧૦/૨૪ ના રોજ શહેનાઝે સેમીનાબેન ના મોબાઇલ ફોનમાથી ઇસ્માઇલને ફોન કરેલ હતો ત્યારે પણ તે બન્ને માથાકુટ ઝગડો કરતા હતા અને ફોનમા વાતચીત પૂર્ણ થતા શહેનાઝ સેમીનાબેન પાસે આવી રડવા લાગતા તેઓએ આ અંગે કારણ પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે હું તથા ઇસ્માઇલ બન્ને અવારનવાર અમારા ઘરે મળતા, ત્યારે ઇસ્માઇલે મને વચન આપેલ હતુ કે, હું તને ભગાડીને લઈ જઈશ અને તારા પતિથી પણ વધારે તને ખૂશ રાખીશ, જેથી આજે મે ઇસ્માઇલને કહેલ કે, તુ મને ક્યારે લેવા આવે, તેમ કહેતા ઇસ્માઇલ મને કહેલ કે, હું તને કયાય ભગાડીને લઇ જવાનો નથી. હવે પછી ભગાડીને લઇ જવાની વાત કરીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી મને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલેલ છે.

તેમ શહેનાઝે સેમિનાબેન ને જણાવ્યું હતું ત્યારબાદ શહેનાઝે ઇસ્માઇલને ફોન કરતા, તેનો ફોન બંધ આવતો હતો અને તેનો કોઇ સંપર્ક થયેલ નહી અને શહેનાઝે ગત તા ૨/૧૧ના રોજ આપઘાત કરી લેતા તેના બીજા દીવસે સેમીનાબેને તમામ વાત પિતા હાસમભાઈ, ભાઈ જાનમહોમદ, માતા જૈનમબેન, ભાભી હમીદાબેન , મોટી બહેન રહેમત, શહેનાઝના પતી રસીદભાઇ ને તથા પોતાના પતી આરીફ ને કરી હતી આમ કુટુંબી ભાઈ ઇસ્માઇલ અમીનભાઈ જોખીયા રહે. માધવપુર વાળાને શહેનાઝ સાથે પ્રેમ સબંધ હોય જેની સેમીનાબેન ને ખબર પડી જતા તેને કહેલ કે, તુ આ વાત કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી તેમજ શહેનાઝને કહેલ કે, આપણે બન્ને ભાગી જઈશુ અને હુ તને તારા પતીથી પણ વધારે ખુશ રાખીશ તેવા ખોટા વચનો આપી, શહેનાઝ સાથે પ્રેમ સંબંધ બાંધી શહેનાઝને પ્રેમ સબંધમા દગો આપી જેમફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી મરવા માટે મજબુર કરતા, તેનાથી કંટાળી જઈ શહેનાઝે આપઘાત કર્યો હોવાનું ફરિયાદ માં જણાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બનાવ ના પગલે સમગ્ર પંથક માં ચકચાર મચી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે