માધવપુર ( ઘેડ ) માં કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વવારા અખા ત્રીજે સમસ્ત કોળી સમાજ નો 43 મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમાં 16 નવ યુગલો પ્રભુતા માં પગલાં પાડશે. અને તેઓને અઢળક કરિયાવર આપવામાં આવશે.
પોરબંદર જિલ્લા પંથકમાં સમસ્ત કોળી સમાજની વસ્તી ઘણી છે. બહોળી વસ્તી ધરાવતા કોળી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માં સમાવેશ કરવામાં આવેલ છે. કુરિવાજો, અંધશ્રદ્ધા અને વ્યશનો ને તિલજલી આપી આર્થિક રીતેપછાત કુટુંબોને મદદ રૂ પ થવા અને કન્યા કેળવણી ને ટોચ અગ્રતા આપવા ના ઉમદા હેતુસર પ્રતિ વર્ષ અખાત્રીજ ના સમૂહ લગ્નોત્સવ નુ આયોજન કરવા માં આવે છે. માધવપુર ઘેડ ની કોળી સેવા સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વવારા આગામી તા 10-5-24 અખાત્રીજ ને શુક્રવાર ના રોજ જ્યાં શ્રી ક્ર્ષ્ણ – રૂક્ષ્મણી ના ગાંધર્વ લગ્ન થયાં હતાં તે મધુવન માં આવેલી કોળી સમાજની વંડી સામે પ્રકૃતિ ની ગોદમાં બ્રહ્મ સમાજના અગ્રણી જગદીશ ભાઈ પુરોહિત ના હવા થી લહેરતા નારિયેળી ના બગીચા ખાતે 43 માં સમૂહ લગ્ન નુ ભવ્ય આયોજન કરાયું છે.
જેમાં સવારે શુભ ચોઘડીએ જાન નુ આગમન, શુભ ચોઘડિએ હસ્ત મેળાપ, સાથે 16 દમ્પતિઓને વેદોક્ત મંત્રો ચ્ચાર થી પ્રભુતા માં પગલાં માંડશે બપોરે 11 વાગ્યે ભોજન સમારંભ, બપોરે 1 કલાકે સત્કાર સમારંભ અને સાંજે 4 કલાકે જાન ને વિદાય અપાશે. આ સમૂહ લગ્ન ના અવસરે માંગરોળ માળીયા વિસ્તાર ના ધારાસભ્ય અને માધવપુર કોળી સમાજના શ્રેષ્ટી ભગવાનજી ભાઈ કરગટિયા ની ઉપસ્થિત માં યોજાનારા સત્કાર સમારંભ માં ધારાસભ્યો રાજ્ય ના મંત્રીઓ, સાંસદો, અધિકારીઓ, પદાધિકારીઓ, સમાજના અગ્રણીઓ તેમજ ઘેડ પંથક ના કોળી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ અવસરે સંતો મહંતો ઋષિકુમારો આશીરવચનો પાઠવશે.
પ્રતિ વર્ષ શ્રી રામનવમી થી પાંચ દિવસ નો લોકમેળો યોજાય છે. શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી ના લગ્ન ઉજવાય છે. તે મધુવન માં કોળી સમાજની વંડી આવેલી છે. આથી સમૂહ લગ્ન માં જોડાનાર સૌ યુગલો ને શ્રી કૃષ્ણ ભગવાન ના આશીર્વાદ મળે છે. આથી આ સમૂહ લગ્નમાં કોળી સમાજના યુગલો ઉત્સાહ ભેર જોડાય છે. આ સમૂહ લગ્ન માં જોડાનાર 16 યુગલો ને પલંગ, સેટી ખુરશી સૂટકેશ ટીપોય કુકર બેડું તેમજ 22 જેટલી વાસણો સહીત 17 જેટલાં દાતાઓ નાસહયોગ થકી ગૃહપયોગી ચીજ વસ્તુ આપવા આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર સહીત સૌરાષ્ટ્ર માં સમસ્ત કોળી સમાજમાં સૌ પ્રથમ સમૂહ લગ્ન નો પ્રારંભ કરનાર માધવપુર ઘેડ કોળી સમાજને શ્રેય જાય છે. પહેલે થી નક્કી થયેલ અખાત્રીજ ના દિને જ આ સમૂહ લગ્ન પ્રતિ વર્ષ યોજાતા હોવાથી આ સમૂહ લગ્નમાં યુવાનો ઉત્સાહ ભેર જોડાય છે. ભગવાન શ્રી ક્ર્ષ્ણ રૂક્ષ્મણી ના જ્યાં લગ્ન થયાં હતાં તે ઐતિહાસિક અને પૌરાણિક સ્થળ એવા માધવપુર ના મધુવનમાં આવેલી કોળી સમાજની વંડી પરિસર માં આ સમૂહ લગ્ન ને સફળ બનાવવા કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ ના પ્રમુખ રમેશભાઈ કર ગટીયા ના માર્ગદર્શન તળે પોરબંદર ના કોળી સમાજ રત્ન ડો ઈશ્વર ભાઈ ભરડા સર્વોદય સેવા સમિતિ ના પ્રમુખ કાનભાઈ કરગટીયા, મંત્રી વિપુલ ભાઈ વાજા અખન્ડ જ્યોત યુવક મંડળ ના પ્રમુખ હરજી ભાઈ ભુવા રામદેવજી ઉત્કર્ષ સમિતિ ના પ્રમુખ કાળુંભાઈ ભુવા સરપંચ ભનુભાઇ ભુવા, દેવાભાઈ ડાભી દેવશી ભાઈ કરગટીયા મનીષભાઈ કિડરખેડીયા, ગોવિંદભાઈ બાલસ પોપટભાઈ સગારકા તેમજ સમાજ અગ્રણી દેવાભાઈ માંવદીયા, લાખાભાઈ કરગટિયા, આશિષભાઈ ખેર સહીત યુવક મંડળ મહિલા મંડળ કર્મચારી મંડળ ના સૌ ભાઈ બહેનો સારી જહેમત ઉઠાવી રહ્યા છે. સમૂહ લગ્ન ની વિશેષ જાણકારી માટે કોળી સેવા સમાજ ના પ્રમુખ રમેશભાઈ કરગટીયા નો મોબાઈલ 98790 40335 નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયુ છે.