Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

કુછડી ગામે માથાભારે શખ્શ મહિલા ની લાજ લેવાના ઈરાદે ૪ -૪ વખત ઘર માં ઘુસી જતા પોલીસ ફરિયાદ

કુછડી ગામે ૫૫ વર્ષીય મહિલા ની લાજ લેવાના ઈરાદે ૪ -૪ વખત ઘર માં ઘુસી ધમકી આપનાર શખ્શ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

કુછડી ગામે વાડી વિસ્તાર માં રહેતા ૫૫ વર્ષીય મહિલા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓએ લગ્ન કર્યા ન હોવાથી ભાઈ ભાભી અને માતા સાથે રહે છે. ગત રાત્રી ના ભાઈ ભાભી અને તેના બાળકો તથા માતા વાડીના મકાને અલગ અલગ રુમમાં સુતા હતા. અને પોતે વાડીના મકાન પાસે આવેલ ડેલામાં સુતા હતા. ત્યારે રાત્રીના સાડા બારેક વાગ્યે ગામ માં જ રહેતો સવદાસ મેરગ કુછડીયા નામનો શખ્શ હાથમાં બે શુળ વાળો સળાંથો (હથિયાર) લઈને આવ્યો હતો. અને મહિલા નો હાથ પકડી ઉઠાડ્યા હતા.

આથી ડરી ગયેલા મહિલા એ તેને પોતે કપડા ન પહેર્યા હોવાનું જણાવી ધક્કો મારી ડેલા બહાર નિકળી જવાનું જણાવ્યું હતું. આથી સવદાસ ગુસ્સે થઈ “તું કેમ મને ભાવ નથી આપતી, તું બકાલુ લેવા જાય છે હું ત્યાં આવી તારા કપડા કાઢી નાખીશ “ તેમ કહી ગાળો દેવા લાગ્યો હતો. તે દરમ્યાન પરિવારજનો જાગી ગયા હતા. અને મહિલા ના ભાઈ એ સવદાસને રાતે અમારા ઘરે સંતાઈને કેમ આવ્યો છે. તેમ પૂછતા સવદાસે પોતાની પાસે રહેલ સળાંથો બતાવી “ હું મારી મરજી પડે ત્યાં જાઉં અને હું તમને બધાને પતાવી નાખવા જ આવ્યો છુ” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો.સવદાસ ખુબ જ માથાભારે છે અને અગાઉ પણ રાત્રીના ત્રણેક વખત આવી રીતે વાડીના મકાને હથીયાર સાથે મહિલા ની લાજ લેવાના ઇરાદે આવ્યો હતો. પણ સમાજમાં બદનામી થવાના ડરે કોઈ ફરીયાદ કરી ન હતી. ગત રાત્રી ના વધુ એક વખત બનાવ બનતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે