ઘેડ પંથક ના ભડ ગામે યુવાન ઉપર મિત્ર ની પત્ની સહિત બે શખ્સોએ એસીડ ફેંકી હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ ભુખબરાનેસ માં પણ યુવાન પર હુમલા નો બનાવ બન્યો છે.
ભડ ગામે જુના તળાવની પાસે રહેતા જીતેન હીરાભાઈ મોકરીયા(ઉવ ૩૦)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે મિત્ર પ્રફુલ કરશન કાઠી સાથે ફોનમાં વાતચીત કરતો હતો. એ દરમિયાન પ્રફુલે તેની પત્ની મંજુબેન ને ફોનમાં કોન્ફરન્સમાં લીધી હતી. અને મંજુ જીતેન ની વાતોથી ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગી હતી. આથી જીતેન તેના ઘરે સમજાવવા ગયો ત્યારે મંજુએ બોલાચાલી કરી ગાળો દઈ હાથમાં રહેલા ગ્લાસમાંથી જીતેનના મોઢા ઉપર એસિડ ફેંક્યું હતું.
ત્યાર બાદ કુહાડીનો એક ઘા પગમાં મારીને ફેક્ચર જેવી ગંભીર ઈજા કરી હતી. અને હત્યાના ઇરાદે કુહાડી નો ઘા માથા પર મારવા ઉગામતા જીતેને હાથ આડો રાખતા કુહાડીનો ઘા તેને હાથમાં લાગ્યો હતો. એ દરમિયાન વિજય ઉર્ફે દડી હાજા મોકરીયા નામનો શખ્શ પણ ત્યાં આવ્યો હતો. અને તેણે પણ હત્યાના ઇરાદે લોખંડ નો પાઇપ જીતેનના માથા પર મારવાની કોશિશ કરતા એ દરમિયાન તેણે હાથ આડો રાખતા લોખંડના પાઇપ વડે હાથમાં ગંભીર ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી. ત્યાર બાદ જીતેન ના મોટરસાયકલ માં પણ તોડફોડ કરી 10,000 નું નુકસાન કર્યું હતું. પોલીસે હત્યાની કોશિશ સહિતની કલમ વડે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ બરડા ડુંગર માં આવેલ ભૂખબરા નેશ જતા રસ્તે યુવાન ઉપર સાત શખ્સો એ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
ઝારેરા નેશ માં રહેતા નારણ સુકા મોરી (ઉવ ૩૯)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે શનિવારે બપોર ના સમયે ભૂખબરા નેશ જતા રસ્તાના નાકા પાસેથી પસાર થતો હતો ત્યારે તેની સાથે જૂના મન દુઃખને કારણે ધુળા સુદા મોરી, દીના બધા મોરી, અમરા બધા મોરી, નારણ બાલા મોરી, પુના વાઘા મોરી, જેઠા કરસન મોરી, રામા સુદા મોરી વગેરે એ લાકડીઓ અને પાઇપ વડે હુમલો કરી ગંભીર રીતે માર મારી ફેક્ચર જેવી ઇજા કરી હતી. આથી તેને સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.