પોરબંદર ખાણખનીજ વિભાગે ચેકિંગ હાથ ધરી ૬ સ્થળો એ ટ્રક માંથી ગેરકાયદે લાઈમ સ્ટોન નો જથ્થો કબ્જે કર્યો છે. ઉપરાંત પાતા ગામે ગેરકાયદે ખાણ માંથી પણ મશીનરી મળી કુલ ૫૬ લાખ નો મુદામાલ સીઝ કર્યો છે.
પોરબંદર જિલ્લા કલેકટર એસ ડી ધાનાણીની સુચનાથી અલગ અલગ ટીમો બનાવી અને ચેકિંગની કામગીરી હાથ ધરવામા આવી હતી. પ્રાંત અધિકારી તેમજ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુલ રૂ. 56 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ ચેકિંગની કામગીરી દરમ્યાન પાતા ગામે આકસ્મિક તપાસણી દરમ્યાન બે ચકરડી મશીન અને એક ટ્રેકટર દ્વારા બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજનું ખનન કરતા ઝડપી લઇ અને ત્રણ લાખ રૂપિયાના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ બળેજ ગામ ખાતે માલિક કાળાભાઈ ખીમાભાઈના ટ્રક નં.GJ-25-U-6504માં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજનું 13 મે. ટન વહન કરતા સીઝ કરવામા આવ્યો હતો. તો ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ખનીજ સાથે મુદ્દામાલની કિંમત 15 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આજ રીતે બળેજ ગામ ખાતે માલિક લીલાભાઇ રાજાભાઈ પરમારના ટ્રક નં.GJ-09-Z-2181માં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજનું 2 મેટ્રીક ટન વહન કરતા સીઝ કરી – 5 લાખનો મુદામાલ કબ્જે કરવામા આવ્યો
માધવપુર ગામ ખાતે માલિક અજીતભાઈ લખુભાઈ પરમારના ટ્રક નં.GJ-31-T-4293 માં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજ નું 13 મેટ્રીક ટન વહન કરતા સીઝ કરી રૂ. 8 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો. જ્યારે ઓડદર ગામ ખાતે માલીક ભરત હાજાભાઈ ઓડેદરાના ટ્રક નં.GJ-13-AW-6763 માં લાઈમસ્ટોન ખનિજ નું 22 મેટ્રીક ટન વહન કરતા સીઝ કરી અંદાજિત કિંમત -15 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો. રાતડી ગામ ખાતે માલિક રાજુભાઈ કેશાવાલાના ટ્રક નં.GJ-03-AT-2880માં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજનું 16 મેટ્રીક ટન વહન કરતા સીઝ કરી કિંમત રૂ 5 લાખનો મુદમાલ કબ્જે કરવામાં આવ્યો. રાતડી ગામ ખાતે માલિક દિલીપ જીવાભાઈ કૂછડિયા ના ટ્રક નં.GJ-07-TT-6288માં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજ નું 14 મેટ્રીક ટન વહન કરતા સીઝ કરી રૂ.. 5 લાખનો મુદામાલ કબ્જે કરી અને તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
