પોરબંદર માં પોલીસ કે ટ્રાફિક બ્રિગેડ ની વર્તણુક વિરુધ ફરિયાદ કરવી હોય તો ૧૪૪૪૯ ડાયલ કરવા અપીલ કરતા સ્ટીકરો ઠેર ઠેર ટ્રાફિક વિભાગ દ્વારા લગાવવામાં આવ્યા છે.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી,ગુજરાત રાજ્ય ગાંધીનગર, તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના આદેશાનુસાર પોલીસ હેલ્પલાઈન નંબર ૧૦૦/૧૦૬૪/૧૪૪૪૯ ની લોકોમાં જાગૃતતા આવે અને બહોળી પ્રસિદ્ધિ માટે કામગીરી કરવા જણાવ્યું હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની આપતિ કે કોઈપણ પ્રકારની ઘટના કે ગુન્હા અંગેની જાણ માટે ડાયલ કરો નંબર ૧૦૦ તથા પોલીસ/TRB ની વર્તણૂંક વિરૂદ્ધમાં ફરિયાદ કરવી હોય તો ડાયલ કરો નંબર ૧૪૪૪૯ તેમજ કોઈપણ સરકારી કર્મચારી લાંચની માંગણી કરે તો ડાયલ કરો નંબર ૧૦૬૪ નાં સ્ટીકર્સ પોરબંદર તથા રાણાવાવમાં ચાર રસ્તા ,બસ સ્ટેન્ડ, જાહેર સ્થળોએ તથા વાહનોમાં લગાડવામાં આવેલ હતા.
આ કામગીરી પોરબંદર શહેર વિસ્તારમાં ટ્રાફિક પી.એસ.આઈ.કે.એન. અઘેરા તથા એએસઆઈ કે.એ.જોગલ તથા પો.હેડ કોન્સ.અજયસિંહ જાડેજા વિગેરે કરેલ હતી તેમજ રાણાવાવ વિસ્તારમાં ટ્રાફિક પી.એસ.આઈ.કે.બી. ચૌહાણ તથા એએસઆઈ ડી.ડી.વાઢીયા પો.હેડ કોન્સ. હિતેષભાઈ ગોહેલ તથા પો.કોન્સ.સંજયભાઈ દુર્ગાઈ દ્વારા કરવામાં આવેલ હતી..