પોરબંદર મહિલા પોલીસ સ્ટેશન દ્વારા શાળા કોલેજ ને કાયદા કાનુન ના માર્ગદર્શન માટે સેમીનાર નું આયોજન કરાયું હતું. જેમાં મોબાઈલ મારફત કોઈ હેરાન કરે કે બ્લેક મેઈલ કરે તો ગભરાયા વગર તુરંત વડીલો અને પોલીસ ને જાણ કરવા વિદ્યાર્થીઓને સમજ અપાઈ હતી.
પોરબંદર માં સુરક્ષા સેતુ અંતર્ગત શહેરી ડી.વાય.એસ.પી. નિલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર કે.એમ.સૈયદ તથા સ્ટાફ દ્વારા ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં આવેલ રૂપાળીબા કન્યા શાળા તથા વી જે મોઢા કોલેજમાં ડ્રગ્સના સેવનથી થતા નુકશાન અંગે તથા ડ્રગ્સનું સેવન ન કરવા અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. તેમ જ બાળકોને સાયબર ક્રાઇમ વિષે તેમજ ઇ.એફ.આઇ આર. અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ ૧૮૧ હેલ્પ લાઇન બાબતે તેમજ ઘરેલુ હિંસાના બનાવ,મહિલાઓની છેડતીના બનાવને લગતા કોઇ પ્રશ્નો હોય તો તાત્કાલીક પોલીસનો સંપર્ક સાધવાનું જણાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સાયબર ફ્રોડ, ધરેલુ કાયદાકીય માહિતી તેમજ કાનુની સહાય અને રક્ષણ કેવી રીતે મેળવી શકાય હિસા, છેડતી તથા મહિલા યુવતીને અત્યાચારને લગતી તમામ સમસ્યા અંગે તે બાબતે જાણકારી પુરી પાડવામાં આવી હતી. મોબાઈલમાં કોઈ અજાણી વ્યક્તિ હેરાન કરે. બ્લેકમેઈલિંગ કરે તો ગભરાવવાને બદલે તાત્કાલિક વડીલોને અથવા પોલીસને જાણ કરવા પણ અનુરોધ કરાયો હતો આ સેમીનાર નો મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.