Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઝબલાનું ઉત્પાદન અને હોલસેલ વેચાણ દસ દિવસ માં બંધ નહી થાય તો જનતારેડ ની ચીમકી

પોરબંદર માં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝબલા નું ઉત્પાદન બંધ કરાવવા તથા તેનું વેચાણ કરનારા સામે પણ પગલા ભરવા મહિલા અગ્રણી દ્વારા પાલિકા ને રજૂઆત કરાઈ છે અને દસ દિવસ માં યોગ્ય કાર્યવાહી નહી થાય તો જનતારેડ ની પણ ચીમકી આપી છે.

પોરબંદર ના સામાજિક કાર્યકર લીલુબેન ભૂતિયા એ પાલિકા ના ચીફ ઓફિસર ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા મુંગા પ્રાણીઓ માનવજીવ અને પર્યાવરણને નુકશાન કરનાર અમુક પ્રકારની પ્લાસ્ટીક ની થેલી (ઝબલા)ના ઉત્પાદન અને વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ અમલવારી મેગા સીટીમાં થઈ ગઈ છે. પરંતુ પોરબંદર શહેર અને જીલ્લામાં બે રોકટોક બહોળી સંખ્યામાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ,ઉપયોગ અને ઉત્પાદન થઈ રહ્યું છે. પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા પાલિકાતંત્રને પ્લાસ્ટીક ઉત્પાદન,વેચાણ અને ઉપયોગ બંધ કરાવવાં વારંવાર રજુઆતો કરવામાં આવી છે. છતાં નગરપાલિકા દ્વારા ઉત્પાદનકારો અને પ્લાસ્ટીક ના ઝબલાના હોલસેલ વેપારીઓ વિરૂદ્ધ કોઈ નક્કર પગલાં હજુ સુધી લેવામાં આવ્યા નથી.

પ્લાસ્ટીકના ઝબલાનું ઉત્પાદન કરતા કારખાના અને ત્યાંથી હોલસેલમાં વેચાણ કરતા વેપારીઓ સુધી કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી અથવા નોટીસ અપાતી નથી તેવું અમારા ધ્યાને આવ્યું છે. આ બાબતે તાત્કાલીક અસરથી પોરબંદરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં પ્રતિબંધિત ઝબલા બનાવતી ઉદ્યોગગૃહોને બંધ કરાવવા અને તેઓની સામે કડક કાર્યવાહી કરવા અને સરકારના નિયમો પાલન કરાવવા અપીલ છે. કારણ કે પ્રતિબંધીત ઝબલા થેલીનું શહેરમાં ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. તે કયાંથી આવે છે? કોણ ઉત્પાદન કરે છે. અને કોને વહેંચે છે ? તેની તપાસ કરીને જો વહેલાસર આવી ઝબલા બનાવવાના ઉદ્યોગગૃહોને બંધ કરાવવા નહી આવે તો જનતા રેડ કરવામાં આવશે.

જીઆઈડીસીમાં પ્લાસ્ટીક ઉત્પાદકો કારખાનેદારો અને પ્લાસ્ટીક વેચનાર મોટાં વેપારીઓને છાવરવામાં આવી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. નાના ફળફૂલ, શાકભાજીના વેપારીઓ સહિત નાના ધંધાર્થીઓને નગરપાલીકાના તંત્ર દ્વારા દંડ કરીને હેરાન કરવામાં આવે છે. પરંતુ પ્લાસ્ટીકના ઝબલાનું ઉત્પાદન કરતા કારખાના અને ત્યાંથી હોલસેલમાં વેચાણ કરતા વેપારીઓ સુધી કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી. આથી દસ દિવસ માં યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો
નાછૂટકે સામાજીક સંસ્થોઓને તથા જનતાને સાથે રાખીને આવા ઝબલાના ઉત્પાદન કરતા કારખાના અને તેનું વેચાણ કરતા હોલસેલ વેપારીઓની દુકાનો અને ગોડાઉનમાં જનતારેડ કરવાની ફરજ પડશે. અને જે કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલીકાના તંત્રની રહેશે તેવું પણ રજૂઆત માં જણાવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે