પોરબંદર ની વિદ્યાર્થીની નું લઘુ સંશોધન રાષ્ટ્રીય કક્ષા એ પસંદગી પામતા તે હવે રાજ્ય નું પ્રતિનિધિત્વ કરશે.
શ્રીસત્સંગ શિક્ષા પરિષદ્, છાયા સંચાલિત અને ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર માન્ય શ્રીસહજાનંદસ્વામી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, છાયા પોરબંદર દ્વારા નિયામક શાસ્ત્રી સ્વામી શ્રીભાનુપ્રકાશદાસજીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાની રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન પરિષદ્ કાર્યક્રમમાંથી રાજય કક્ષાએ ૧૦ લઘુ સંશોધન પસંદ થયા હતા.
આ ૧૦ લઘુ સંશોધન રાજય કક્ષાએ અમદાવાદ સાયન્સ સીટી ખાતે તારીખ ૩૦/૧૧/૨૦૨૩ થી ૦૨/૧૨/૨૦૨૩ રજૂ થયા હતા અને ભાવસિંહજી હાઈસ્કુલ, પોરબંદરની ધોરણ ૯ની
વિદ્યાર્થીની જગતીયા સૃષ્ટિનું લઘુ સંશોધન રાષ્ટ્રીય કક્ષા માટે પસંદ થઈ આગામી સમયમાં ગુજરાત રાજયનું પ્રતિનીધીત્વ કરશે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યે રૂચી કેળવાય અને તેઓમાં વૈજ્ઞાનિક સંશોધન વૃત્તિ વિકાસે તેવા નવીનતમ વિચારોનો ઉદ્ભવ થાય તે છે. ગુજરાતમાં આ સ્પર્ધાનું આયોજન ગુજરાત રાજયના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી,ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે.
આ લધુ સંશોધન માટે સ્પર્ધામાં મુખ્ય થીમ આરોગ્ય અને સુખાકારી માટે ઈકોસીસ્ટમની સમજણ અને પેટા વિષય ૧)તમારી ઈકોસિસ્ટમને જાણો ૨) આરોગ્ય,પોષણ અને સુખાકારીને પ્રોત્સાહન આપવુ. ૩) ઈકોસીસ્ટમ અને આરોગ્ય માટે સામાજિક અને સાંસ્કૃતિક પ્રથાઓ ૪)સ્વનિર્ભરતા માટે ઈકોસીસ્ટમ આધારિત અભિગમ ૫) ઈકોસીસ્ટમ અને આરોગ્ય માટે તકનિકી નવીનીકરણ હતી. જિલ્લા કક્ષાએ આ સ્પર્ધામાં ૧૦ થી ૧૭ વર્ષની વય જૂથના ૪૫૦૦ પ્રોજેકટ રજીસ્ટર થયા હતા અને જિલ્લા કક્ષાએ ૮૦ લધુ સંશોધન બાળકોએ રજુ કર્યા હતા. વિદ્યાર્થીઓએ આ સ્પદ્યામાં ભાગ લેવા માટે સ્થાનિક સમસ્યાને ધ્યાનમાં રાખીને વિષયને અનુરૂપ સંશોધન કાર્ય કર્યુ હતુ. જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ્ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને રાજય અને રાષ્ટ્રિય કક્ષાની રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન પરિષદ્ માટેનું પ્લેટફોર્મ શ્રીસહજાનંદસ્વામી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, છાયા – પોરબંદર દ્વારા પુરૂપાડવામાં આવે છે.