Tuesday, October 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં એડવોકેટ ના ઘર માં થયેલ સવા લાખ ના મુદામાલ ની ચોરી માં મદદગારી કરનાર ઝડપાયો

પોરબંદરમાં વયોવૃદ્ધ એડવોકેટ ભાઈ-બહેન દસ માસ પૂર્વે સીમલા ફરવા ગયા ત્યારે પાછળથી તેના રહેણાંક મકાન માંથી તસ્કરો એ ૧ લાખની રોકડ અને ૧૫ હજારના ત્રણ કિમતી ડ્રેસની ચોરી કરી હતી. ઉપરાંત તોડફોડ કરી રૂ ૪૫ હજાર નું નુકશાન પણ કર્યું હતું જે મામલે મદદગારી કરનાર શખ્શ ને પોલીસે ઝડપી લીધો છે.

પોરબંદરના રેલ્વે સ્ટેશન રોડ પર હેમેન્દ્ર ભુવનમાં રહેતા સીનીયર એડવોકેટ શરદભાઈ જેન્તીલાલ જોશી (ઉવ ૭૮)તથા વકીલાતનો વ્યવસાય કરતા તેમના મોટાબેન ગ્રીષ્માબેન તા.૧૦/૧૧/૨૩ ના રોજ ના સીમલા અને કુલુમનાલી ફરવા માટે ગયા હતા. તા.૧૬/૧૧ ના મનાલીથી ધર્મશાળા જતા હતા ત્યારે તેના મકાન ના દરવાજા માં બાકોરું પડ્યું હોવાની પડોશીએ જાણ કરતા તેઓ ફરવાનો પ્રોગ્રામ રદ કરીને પોરબંદર આવી પહોચ્યા હતા. અને તપાસ કરતા ઘરના મુખ્ય દરવાજાના તાળા અંકબંધ હતા,પણ મુખ્ય દરવાજામાં બાકોરું પાડવામાં આવ્યું હતું. અને તસ્કરોએ કબાટનો અરીસો ફોડી નાખ્યો હતો,કાચની કિમતી ક્રોકરી અને પુસ્તકો રાખવા માટેનો ફાઈબરનો કબાટ પણ તોડી નાખ્યો હતો. અને બારણાના સ્ટોપર બેવડાવાળી દેવાયા હતા પલંગ ની નીચે રાખેલ બેગ કે જેમાં ૧ લાખ ની રોકડ અને ૧૫ હજાર ની કીમત ના ૩ ડ્રેસ હતા તેની ચોરી થઇ હતી.

તસ્કરો એ બન્ને રૂમનો સામાન પણ વેરવિખેર કરી નાખ્યો હતો.અને સી.સી.ટી.વી.ના વાયરો કાપી વાઈફાઈ રાઉટર પણ તોડી નાખ્યું હતું. જે મામલે પોલીસે તે સમયે ગુન્હો નોંધી ચોરી કરનાર તસ્કરો ને ઝડપી લીધા હતા. પરંતુ ચોરી માં મદદગારી કરનાર શખ્શ જીગ્નેશ કિશોરભાઈ પાબારી (ઉવ ૩૨,રે મોટી શિહોરી,પ્રાઈડ વિલા સોસાયટી,ગાંધીનગર મૂળ,રે ડો હાથી ના દવાખાના પાસે,ખોડીયાર સોસાયટી,પોરબંદર)૧૧ માસ થી નાસતો ફરતો હતો. જેને એલસીબી એ બાતમી ના આધારે ગાંધીનગર ખાતે થી ઝડપી લીધો છે. આ શખ્શ ચોરી કરવા ગયો ન હતો પરંતુ તસ્કરો ને એડવોકેટ પરિવાર સાથે બહારગામ ગયા હોવાની માહિતી આપી હતી. અને આ રીતે ચોરી માં મદદગારી કરી હોવાનું ઇન્ચાર્જ પી આઈ આર કે કાંબરીયા એ જણાવ્યું હતું પોલીસે તેની વધુ પુછપરછ હાથ ધરી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે