Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના રાતીયા ગામે ૩૦ ફૂટ ઊંડા કુવામાં ખાબકેલા દીપડા નું દિલધડક રેસ્ક્યુ

પોરબંદર ના રાતીયા ગામે વાડી વિસ્તાર માં કુવા માં ખાબકેલ દીપડા નું વન વિભાગ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું.

પોરબંદર ના રાતીયા ગામે વાડી વિસ્તાર માં ગત મોડી રાત્રે એક દીપડો કુવામાં ખાબક્યો હતો. જે અંગે વહેલી સવારે સ્થાનિકો એ વન વિભાગ ને જાણ કરતા આર એફ ઓ સામતભાઈ ભમ્મર,મહેન્દ્રભાઈ ચૌહાણ સહીત ની ટીમ દોડી ગઈ હતી. અને ઊંડા કુવામાં ઉતરી દીપડા નું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું હતું. અને બાદ માં તેને સારવાર અર્થે સાત વીરડા નેસ ખાતે આવેલ એનીમલ કેર સેન્ટર માં ખસેડવામાં આવ્યો હતો. આ દીપડા ની અંદાજીત ઉમર ૭ વર્ષ ની અને તે સ્વસ્થ હોવાનું વન વિભાગે જણાવ્યું હતું.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે