જેસીઆઈ પોરબંદર દ્વારા સમયાંતરે જુદા જુદા પ્રકારના કાર્યક્રમો અને કોમ્પિટિશનો યોજી પોરબંદરના બાળકો અને યુવાનોમાં પડેલી કાબેલિયતને બહાર લાવવામાં આવે છે, તેના ભાગરૂપે તાજાવાલા હોલ ખાતે હેલ્ધી બેબી કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
■પાંચ કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ:
જેસીઆઈ પોરબંદર દ્વારા 1થી3 વર્ષ અને 3થી5 વર્ષના બાળકો એમ બે વિભાગમાં હેલ્ધી બેબી, ફેન્સી બેબી, ક્યૂટ બેબી, બ્યુટીફૂલ આંખ અને બ્યુટીફૂલ હેર બેબી આમ પાંચ કેટેગરીમાં સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં 60 વિજેતા ભૂલકાંઓને એવોર્ડ અને ગીફ્ટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભાગ લેનાર તમામ બાળકોને પણ સ્યોર ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
■ નિર્ણાયક તરીકે નિષ્ણાંત તબીબોએ સેવા આપી:
આ હેલ્ધી બેબી સ્પર્ધામાં 212 જેટલા બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો, તે દરેક બાળકને પીડિયાટ્રિક ડો. વિધિબેન કડછા, આંખના સર્જન ડો. ખ્યાતિબેન કેશવાલા, ડેન્ટલ સર્જન ડો. હિનલબેન ઠક્કર, ડો. યેશાબેન શાહ અને નિકિતાબેન દાસાણી જેવા નિષ્ણાત ડોક્ટરોએ બાળકોનું તબીબી પરીક્ષણ કરી 60 એવોર્ડ વિજેતા બાળકોનું રિજલ્ટ જાહેર કર્યું હતું.
■ પ્રોજેકટ ટીમની મહેનત રંગ લાવી
:હેલ્ધીબેબી કોમ્પિટિશનને સફળ બનાવવા રાત દિવસ જોયા વગર સતત મહેનત કરનાર પ્રમુખ શાહીલ કોટેચા , સેક્રેટરી આકાશ ગોંદીયા, પ્રોજેકટ ચેરમેન ભાવેશ તન્ના, કો-ચેરમેન વિવેક લાખાણી તથા રાધેશ દાસાણી અને જેસીઆઈ પોરબંદરના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
નાનાં ભૂલકાઓને સ્ટેજ આપવા માટે આવી સુંદર કોમ્પિટિશનનું આયોજન કરવા બદલ પ્રોજેકટ ટીમને ઝોન પ્રમુખ બિરાજ કોટેચા અને સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા અને ઉપસ્થિત આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.

