સંપર્ક – સહયોગ – સંસ્કાર – સેવા અને સમર્પણના મુખ્ય ધ્યેય સાથે કાર્યરત રાષ્ટ્રીય સંગઠન ભારત વિકાસ પરિષદએ એમના રાષ્ટ્રીય બંધારણ અને નિતિનિયમો મુજબ કાર્યરત સંગઠન છે. આ સંગઠનની દેશમાં હાલમાં ૧૫૦૦ જેટલી શાખાઓ છે. આ શાખાઓએ રાષ્ટ્રીય કક્ષાએથી એફીલેશન સર્ટીફીકેટ મેળવવું પડે અને ત્યારબાદ પ્રાંત દ્વારા શાખાઓના પદાધિકારીઓની નિયુક્તી કરી શપથ લેવડાવી શાખાની જવાબદારી સોંપવામાં આવતી હોય છે. હાલમાં પોરબંદર શહેરમાં ભારત વિકાસ પરિષદની એકમાત્ર રાષ્ટ્રીય કક્ષાએ અને પ્રાંત કક્ષાએ એફીલેશન ધરાવતી શાખા છે. જે રાષ્ટ્રીય બંધારણ અને નિતિ નિયમો મુજબ કાર્યરત છે.
ભારત વિકાસ પરિષદની પ્રાંત દ્વારા નિયુક્ત થયેલ અને ૨૦૨૩-૨૦૨૪ ની ટીમ દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમ “ગુરુવંદન છાત્ર અભિનંદન” ના કાર્યક્રમનું શ્રી જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમાં પોરબંદર જીલ્લાના ૧૨૦ જેટલી શાળા કોલેજોના આચાર્યઓ/ગુરુજનો અને તેજસ્વી અને ઓજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર અને સ્વામી વિવેકાનંદજીના પુસ્તકો ભેટ આપી સન્માન કરવામાં આવેલ.
આ રાષ્ટ્રીય કાર્યક્રમનો મુળભુત ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિમાં ગુરુજનો પ્રત્યેનો આદર અને સન્માનએ પ્રત્યેક વિદ્યાર્થીઓમાં ભરપુર રહેલો જોવા મળતો. ગુરુ, શિષ્ય પરંપરાએ આપણા શિક્ષણનો મુખ્ય પાયો પણ રહેલો, પરંતુ બદલાતા જતા સમયની વ્હેણ સાથે આપણા દેશમાં વિદ્યાર્થીઓમાં પણ ગુરુજનો પ્રત્યેનો આદર અને સન્માનભાવ થોડે ઘણે અંશે લુપ્ત થતો જાય છે. આ લુપ્ત થઈ રહેલી ગુરુ-શિષ્ય પરંપરાને આજના વિદ્યાર્થીઓના હૃદયમાં પુનઃ જીવીત કરી એજ ગુરુજનો પ્રત્યેનો આદરભાવ વિદ્યાર્થીઓના જીવનમાં જીવંત બની રહે તેવા સંસ્કારોનું સિંચન થાય તેવો શુભ ઉદ્દેશ આ રાષ્ટ્રીય કાર્યક્રમ પાછળ રહેલો છે.
આ પ્રસંગે આચાર્યઓ/ગુરુજનો અને તેજસ્વી અને ઓજસ્વી વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવતાની સાથે સાથે રમત-ગમત ક્ષેત્રે, સાંસ્કૃતિ ક્ષેત્રે, સેવા પ્રવૃત્તિ ક્ષેત્રે વિશેષ કામગીરી કરી પોતાનું અને પોતાની શાળા કોલેજોનું નામ ઉજ્જવળ કરેલ છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવા શહેરના સુપ્રસિધ્ધ તબીબી ડૉ. સુરેશભાઈ ગાંધી – પૂર્વ મેડીકલ ઓફીસર અને સાંદિપની આશ્રમના ટ્રસ્ટી ડૉ. ભરતભાઇ ગઢવી, રામકૃષ્ણ મિશન પોરબંદરના સ્વામી હરિહર મહારાજ, સ્વામી પ્રેરકાનંદ અભિક મહારાજ, ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખાના સ્થાપક પ્રમુખ અને પ્રવર્તમાન પ્રાંતના કોષાધ્યક્ષની જવાબદારી નિભાવતા કમલેશભાઇ ડી, ખોખરી, જીલ્લા શિક્ષણાધિકારી કચેરી, પોરબંદરના પદાધિકારીશ્રી જતીનભાઈ રાવલ સાથે ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખાના પ્રમુખ અને જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સીપાલ કુમાવત , સચિવ નિલેષભાઈ રૂઘાણી, કોષાધ્યક્ષ મિલનભાઈ મસાણી, કાર્યક્રમના સંયોજક કુ. રુહીબેન કોટીયા, સહ સંયોજક મયુરભાઇ કુહાડા, કારોબારી ટીમ નિખીલભાઇ કોડીયાતર યોગેશભાઈ મદલાણી જુદા જુદા પ્રકલ્પોના સંયોજકો સાથે વિશાળ સંખ્યામાં સદસ્યો ઉપસ્થિત રહેલા.
કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવોના વરદ્ હસ્તે દિપ પ્રગટીકરણથી કરવામાં આવ્યો અને ત્યારબાદ વંદે માતરમનું સમુહગાન કરવામાં આવ્યું અને શાખા પ્રમુખ ડૉ. કુમાવત દ્વારા ઉપસ્થિત મહાનુભાવો, આચાર્યગણ, શિક્ષકગણ, વિદ્યાર્થીગણ, શહેરના સુપ્રસિધ્ધ પ્રબુધ્ધ નાગરીકોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવેલ અને કારોબારી સભ્યો દ્વારા પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યું અને આ પ્રસંગે જવાહર નવોદય વિદ્યાલયના કલાકાર વિદ્યાર્થીઓ દ્વારા સંગીત સભર સ્વાગત ગીત રજુ કરવામાં આવેલ.
આચાર્યઓ, ગુરુજનો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર, ભારત વિકાસ પરિષદનું ઉષ્માપૂર્વક અને સ્વામી વિવેકાનંદજીનું પુસ્તક અર્પણ કરી પ્રત્યેકનું સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે નવોદય વિદ્યાર્થીની ટીમ દ્વારા રાજસ્થાની સુપ્રસિધ્ધ નૃત્ય ‘“ધિમર” રાસ પ્રસ્તુત કરેલ. જયારે વિદ્યાર્થીઓ દ્વારા કાઠીચાવાળની આગવી ઓળખ એવો “મણીયારો” રાસ રજુ કરી જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધેલ. આમ સંસ્કાર અને સંસ્કૃતિના સિંચન સાથે આ ભવ્ય કાર્યક્રમ ખુબ જ ઉત્સાહ અને ઉમંગના વાતાવરણ વચ્ચે આયોજન કરવામાં આવેલ.
આ પ્રસંગે રામકૃષ્ણ આશ્રમના સ્વામી પ્રેરકાનંદજી મહારાજ, ડૉ. ભરતભાઈ ગઢવી અને ડૉ.શ્રી સુરેશભાઈ ગાંધીએ સન્માનીત સર્વે આચાર્યઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્યની શુભ કામનાઓ પાઠવી. વિદ્યાર્થીઓ દેશના શિક્ષીત અને દિક્ષીત બન્યા બાદ રાષ્ટ્રના શ્રેષ્ઠ નાગરીક બનવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત કક્ષાએ હાલમાં કાર્યરત પદાધિકારી શ્રી કમલેશભાઈ ખોખરીના માર્ગદર્શન નીચે શાખા સચિવ નિલેષભાઈ રૂઘાણી, કોષાધ્યક્ષ મિલનભાઇ મસાણી, સંયોજીકા રૂહીબેનકોટીયા, સહ-સંયોજક મયુરભાઇ કુહાડા, નિખીલભાઇ કોડીયાતર, યોગેશભાઇ મદલાણી સાથે સમગ્ર ટીમે ઉત્સાહ અને ઉમંગથી કાર્ય કરી કાર્યક્રમને સફળતા બક્ષેલ છે. અલ્પાહાર બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ.















