દ્વારકા ના ગુજસીટોક ના આરોપીઓ ને સૌરાષ્ટ્ર માં પ્રવેશ કરવાની મનાઈ હોવા છતાં મિયાણી ચેકપોસ્ટ ખાતે થી પસાર થવાના હોવાની બાતમી ના આધારે વોચ માં રહેલ પોલીસ પર કાર ચડાવી હત્યા નો પ્રયાસ કરવા મામલે ૫ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદર ના મિંયાણી મરીન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નગાભાઇ ભૂપતભાઈ કોડીયાતર(ઉવ ૨૯)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ ગઈકાલે તા.૮ ના રોજ તેઓ તથા અન્ય પોલીસ સ્ટાફ મિયાણી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતાં તે દરમ્યાન દેવભુમિ દ્વારકા જિલ્લાના નેશનલ હાઇવેની હર્ષદ ચેકપોસ્ટ તરફથી કોન્સ્ટેબલ નિલેષભાઈ ચાવડા બાઈક લઇ ને આવ્યા હતા અને જણાવ્યું હતું કે મીઠાપુર પોલીસ સ્ટેશનના ગુજસીટોકના ગુનાના આરોપીઓ હાઈકોર્ટ ના હુકમથી જામીન મુકત થયા છે પરંતુ તેઓને હાઈકોર્ટે સૈારાષ્ટ્રમાં પ્રવેશ ન કરવા હુકમ કર્યો છે.
પરંતુ તે આરોપીઓ પૈકી રાયદેભા ટપુભા કેર (રહે. ટોબર ગામ તા. દ્વારકા),મેરુભા વાલાભા માણેક (રહે, મેવાસા તા, દ્વારકા),માનસંગભા ધાંધાભા સુમણીયા(રહે. મીઠાપુર તા. દ્વારકા) ઘણા દિવસથી દ્વારકા વિસ્તારમાં રહે છે અને અને હાલ તેઓ જીજે-૩૭ –જે -૭૪૪૫ નંબર ની સફેદ કલરની કાર લઇ પોરબંદર જિલ્લામાં પ્રવેશવાની ફિરાક માં છે આથી નગાભાઇ સહિતના સ્ટાફે રસ્તા પર બેરીકેટીગથી આડશ કરાવી કારની વોચમાં હતાં તે દરમ્યાન વર્ણન મુજબની કાર દ્વારકા તરફથી પુરઝડપે આવતા પોલીસે હાથનો ઇશારો કરી રોકવાનો પ્રયત્નો કરતા.કાર ચાલકે કાર પુર ઝડપે પોલીસ સ્ટાફ ને મારી નાખવાના ઇરાદાથી તેના તરફ ચલાવી હતી અને બેરીકેટને ટક્કર મારી કાર પોરબંદર તરફ નાસી ગઈ હતી.
જે કાર માં રાયદેભા,મેરૂભા અને માનસંગભા સહીત અંદાજે પાંચેક શખ્સો હતા બેરીકેટ ની ટક્કર લાગતા નગાભાઇ તથા અન્ય પોલીસકર્મી યોગેશભાઈ રોડ ઉપર નીચે પડી ગયા હતા અને મને નગાભાઇ ને પગમાં તથા યોગેશભાઈને હાથના ખંભાના ભાગે મુંઢ ઈજાઓ થઇ હતી આથી બન્ને ને પોરબંદર ની સરકારી હોસ્પીટલે સારવાર માં ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ તેઓએ ત્રણ શખ્સો સામે નામજોગ અને અન્ય બે અજાણ્યા મળી ૫ શખ્સો સામે હત્યા ના પ્રયાસ અને પબ્લિક પ્રોપર્ટી ને નુકશાન સહિતની કલમો વડે ગુન્હો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.