Saturday, November 23, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે ગુજરાત સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિધાર્થીઓ અને નવનિયુકત સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહ સંપન્ન

પોરબંદરમા સિપાઈ સમાજ ટ્રસ્ટા-ગુજરાત દ્વારા ગુજરાતસ્તરનો સિપાઈ સમાજના તેજસ્વી વિધાર્થીઓ તથા સરકારી નોકરી પ્રાપ્ત કરનાર યુવા-યુવતિઓનો ચોથો સન્માન સમારોહ યોજાયો હતો.

પોરબદરના ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે પ્રથમ વખત યોજાયેલ આ એતિહાસિક સન્માન સમારોહમા ગુજરાતમા વસતા મુસ્લિમ સિપાઈ સમાજના ધો. ૮ થી ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ, માસ્ટર ડીગ્રી, ડિપ્લોમા, ડોક્ટર, એન્જીનીયર, વકીલ બનેલ તેજસ્વી વિધાર્થીઓ ર૩૭, વર્ષ – ર૦૧૯ પછી સરકારી કે અર્ધ સરકારી નોકરીમા લાગેલા ૧૫ નવનિયુક્ત કર્મચારીઓ, ૩ દિવ્યાગ વિદ્યાર્થીઓ અને વર્ષ -૨૦૨ર૧ -રરમા રમત -ગમત અથવા સાસ્કૃતિક સ્પર્ધામાં રાજય સ્તરે અથવા રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ત્રણ નબરમા
આવેલા ૮ ખેલાડીઓને શિલ્ડ , મોમેન્ટો, સર્ટીફીકેટ અને ભેટ આપી સન્માંનિત કરવામા આવ્યા હતા.

સિપાઈ સમાજના સન્માન સમારોહ કાર્યક્રમમાં ગુજરાતના છેડે આવેલ પોરબદર ખાતે હોય દૂર દૂરના ગામોથી આવતા મહેમાનો માટે સિપાઈ સમાજ ટ્રસ્ટ્ તા. ૧૨-૧૧ થી તમામ મહેમાનો માટે સમસ્ત સિપાઈ જમાતખાના તથા સમસ્ત નવીબંદર ખારવા સમાજ સ્વસ્તિક હોલમા રહેવા, જમવાની સાથે આરામ કરવાની વ્યવસ્થા કરવામા આવી હતી. રવિવારે બપોરે ૦૧:૦૦ વાગ્યે યોજાયેલ કાર્યક્રમની શરૂઆત અઝીઝભાઈ ચૌહાણ દ્વારા કુરઆનશરીફની તિલાવતનુ પઠન કરી કરાવવામાં આવી હતી. ત્યારબાદ શાબ્દિક સ્વાગત પોરબંદરના રહીશ ઈરફાનભાઈ નાયક દ્વારા સોરાષ્ટ્ર-ગુજરાતમાથી આવેલા મોંઘેરા મહેમાનો, દાતાઓ, સમાજના ભિન્ન ભિન્ન ક્ષેત્રના આગેવાનો, નવનિયુક્ત સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનું સ્વાગત અને અભિવાદન કરવામા આવ્યું હતુ.

આ સન્માન સમારોહમા સૌરાષ્ટ્ર- ગુજરાતના અલગ -અલગ ૫૦ થી વધુ ગામોના સિપાઈ જમાતના પ્રમુખો, આગેવાનો અને ટ્રસ્ટને ટકાવી રાખવા આર્થિક મદદ કરતા ડોનરોનુ હાર પહેરાવી સિપાઈ સમાજ ટ્રસ્ટના કારોબારી સભ્યો તેમજ સ્થાનિક આગેવાનોએ સ્વાગત કર્યું હતુ. આ તકે સિપાઈ સમાજ ટ્રસ્ટના ખજાનચી અને કુતિયાણાની સરકારી હાઈસ્કુલના સાયન્સ ટીચર ફકરૃદીનભાઈ કુરેશી એ મોટીવેશનલ સ્પીચ આપતા જણાવ્યુ હતુ કે, વિધાર્થીઓએ પોતાની કાબેલીયત મુજબ શિક્ષણ ક્ષેત્રેઆગળ વધવુ જોઈએ અને સરકારી તેમજ અર્ધસરકારી નોકરીઓમાં સમાજના યુવાનો વધુને વધુ જોડાય તે માટે સમાજે ચાર Q ઉપર કામ કરવું પડશે. (૧)
ક્વોલીફીકેશન (૨) કવોન્ટીટી (૩) કવોલીટી (૪) કુરઆન એમ ચાર કયુ ઉપર કામ કરવાથી સમાજમાં ચોકક્સ ક્રાંતિ આવશે અને યુવાનોની સફળતા આકાશને આબશે.

ત્યારબાદ સિપાઈ સમાજ ટ્રસ્ટના શિક્ષણ સમિતિના સભ્ય અને ભાવનગરના વળાવડ ખાતે આવેલ કન્યા છાત્રાલયના આચાર્ય અમીનભાઈ ચોહાણે શિક્ષણનું મહત્વ સમજાવતુ ઉદબોધન આપતા જણાવ્યુ હતુ કે, શિક્ષણક્ષેત્રે હાલ સિપાઈ સમાજ આગળ આવવા બનતા પ્રયત્નો કરી સાપ્રત સમયમાં અન્ય સમાજ સાથે તાલમીલાવી દોડવાનો પ્રયાસ કરી રહયુ છે તે સરાહનીય છે. આ પ્રયાસોને ખુબ જ આગળ વધારવા જરૂરી છે. ગાંધી જન્મભુમિ પોરબદર મા આજે જયારે શિક્ષણ માટે
સિપાઈ સમાજ ગુજરાત આ કાર્યક્રમ કરી રહયો છે. ત્યારે સૌને જણાવવાનુ કે, ગાધીજીના શિક્ષણના વિચારોને આત્મસાત કરીને આગળ વધવાની જરૂર છે. ગાધીજીના મતે શિક્ષણની પાયાની શરૂઆત પોતાના ઘરથી થતી હોય છે. ઘર જ સૌથી પહેલી બાળકની સ્કુલ છે અને ઘરમા રહેલા સભ્યો જ બાળકના શિક્ષકો છે. આથી આજના સમયે ગાધીજીના આ વિચારો પોરબદરની ભૂમિ ઉપર ખુબ જ અસરકારક છે.

આપણા સમાજમા પણ આપણા ઘરનુ વાતાવરણ અને આપણુ ઘર એક આદર્શ સ્કુલની ગરજ સારે છે. આથી બાળક જયારે નાનપણથી જ અનુકરણથી રાખવુ હોય ત્યારે સૌ પ્રથમ આપણા પરિવારની જવાબદારી બને છે કે, તેને સારા સંસ્કાર થી માહીતગાર કરીએ. નાનામાં નાના કામ માટે નાનપ ન અનુભવીએ તે બાબતનુ ધ્યાન રાખવુ જરૂરી છે. ત્યારબાદ વર્ષ – ર૦૧૯ થી સપ્ટેમ્બર ર૦રર દરમિયાન સરકારી નોકરી પ્રાપ્ત યુવક-યુવતીઓ, વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ અને દિવ્યાગ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને સિપાઈ સમાજ ટ્રસ્ટના ડોનર અમદાવાદના રહીશ એકતા અમુલ પાર્લરવાળા મહેમુદખાન પઠાણ અને સિપાઈ સમાજના આગેવાનોના હસ્તે શિલ્ડ , સર્ટિફીકેટ અને ભેટ આપી સન્માનિત કર્યા હતા.

ત્યારબાદ છેલ્લા એક વર્ષમા ડોકટર, વકીલ, એન્જીનીયર, ડિપ્લોમા, માસ્ટર ડીગ્રી, ગ્રેજયુએટ ડીગ્રી મેળવેલ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓનું સન્માન સિપાઈ સમાજ પ્રકૃતિ પ્રેમી તરીકે જેમની ઓળખ છે તેવા તાલાલા (ગીર) કુરેશી બાગ વાળા ગફારભાઈ કુરેશી તેમજ સૌરાષ્ટ્રની અલગ -અલગ ગામોની સિપાઈ જમાતના પ્રમુખોના હસ્તે શિલ્ડ , સર્ટિફીકેટ અને ભેટ આપી સન્માષનિત કરાયા હતા.સિપાઈ સમાજ ટ્રસ્ટા આયોજીત ચોથા સન્માન સમારોહમા આવેલા અને સિપાઈ સમાજ ટ્રસ્ટનીપ્રવૃતિઓ થી પ્રભાવિત થયેલા એક્સપર્ટ એકેડમી સાવરકુડલાના સચાલક અરમાનભાઈ ધુધુકીયા સરકારી નોકરી પ્રાપ્ત કરવા તેયારી કરતા વિદ્યાર્થીઓને જણાવ્યું હતુ કે, સિપાઈ સમાજ ટ્રસ્ટ  દ્વારા પ્રથમ સન્માન સમારોહ ભાવનગરમાં યોજાયો ત્યારથી હુ દર વર્ષે આ સન્માન સમારોહમા આવુ છુ.

સિપાઈ સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઉચુ આવે તેવા હેતુથી યોજાતા સન્માન સમારોહનુ આયોજન ખુબ જ સરસ હોય છે. સરકારી નોકરીની સાચી દિશામા તેયારી કરવાથી સફળતા મળે જ છે. આ સમયે ધોરણ ૮ થી ૧૦, ૧૧ -૧૨ સાયન્સ, કોમર્સ, આર્ટસના વિદ્યાર્થીઓને સિપાઈ સમાજ ટ્રસ્ટના કારોબારી સભ્યો, અને પોરબંદર સિપાઈ સમાજના કાર્યકરોએ શિલ્ડ , સર્ટીફીકેટ અને ભેટ આપી સન્માનીત કરાયા હતા.

આ તકે સિપાઈ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ અને ચોટીલાના વતની બિઝનેસમેન મોહસીનખાન પઠાણ દ્વારા સિપાઈ સમાજ ટ્રસ્ટની પ્રવૃતિઓની માહિતી આપતા જણાવ્યુ હતુ કે, સિપાઈ સમાજ ટ્રસ્ટન દ્વારા યતિમ તેમજ નીરાધાર વિધાર્થીઓને ઝકાત, સ્કોલરશીપ, વિધવા બહેનોને સહાય, વિદ્યાર્થીઓ માટે કારકીર્દી માર્ગદર્શન સેમીનાર અને વેબિનાર, યુવક-યુવતિ પરિચય સમારોહ, અલગ-અલગ ગામોની સિપાઈ જમાતના પ્રમુખો સાથે બેઠકો, રક્તદાન શિબિર અને સર્વરોગ નિદાન કેમ્પ જેવા લોકઉપયોગી કાર્યો કરવામા આવે છે.

આ સન્માન સમારોહમાં આવેલ તમામ મહેમાનો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની આભારવિધિ સિપાઈ સમાજ ટ્રસ્ટા ગુજરાતના પ્રમુખ અને પોરબંદરમાં ડોકટરી પ્રેકટીસ કરતા ડો. અવેશ એ. ચૌહાણ દ્વારા કરવામા આવી હતી. આ તકે તેમને સન્માન સમારોહના આયોજનમાં તન, મન અને ધનથી મદદરૂપ તમામ લોકોનો આભાર માન્યો હતો.

આ સન્માન સમારોહમા સહભાગી બનવા અલગઅલગ ગામોના સિપાઈ પરિવારો પોતાના દીકરા દિકરીઓ સાથે વહેલી સવારથી ચોપાટી પાર્ટીપ્લોટ ખાતે મોટી સંખ્યામા પહોંચી રહયા હતા જેમને સવારે નાસ્તો તેમજ બપોરે જમવાની વ્યવસ્થા સિપાઈ સમાજ ટ્રસ્ટ  દ્વારા કરવામા આવી હતી. તેમજ દુર દુર થી આવેલા મહેમાનો માટે કાર્યક્રમમાથી પરત ફરતા સમયે રાત્રી ભોજનના પાર્સલ પણ આપવામાં આવ્યા હતા. રવિવારે સાજે ૭ વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સો મહેમાનો પોતાના વતન તરફ રવાના થયા હતા.

આ કાર્યક્રમનું સંચાલન અઝીઝભાઈ ચૌહાણ (સિહોર) ,તસલીમખાન પઠાણ (ગોંડલ) અને આસિફભાઈ સિપાઈ (રાજકોટ)દ્વારા કરવામા આવ્યું હતુ. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સિપાઈ સમાજ ટ્રસ્ટની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમજ ટ્રસ્ટના પ્રમુખ ડો. અવેશ એ. ચૌહાણની અપીલથી પોરબંદર સમસ્ત સિપાઈ જમાતના માજી પ્રમુખ ફારૂકખાન શેરવાનીની ટીમ સફીભાઈ બેલીમ, સલીમભાઈ સુમરા, અનીશખાન પઠાણ ,રહીશભાઈ મલેક, કાદરભાઈ ભટી, અયુબખાન શેરવાની, ગુલામહુસેન નાયક, રજાક્ભાઈ મલેક, કાસમભાઈ મલેક, અઝીઝભાઈ ચૌહાણ , ઈસ્માઈલખાન શેરવાની, સાદીકભાઈ ચૌહાણ , યુસુફખાન શેરવાની અને
છાયાના રિઝવાનભાઈ રાઠોડ , ઈરફાનભાઈ નાયક, રફીકભાઈ કુરેશી, જાકીરહુશેન કુરેશી, ફરીદભાઈ ચૌહાણ ,રફીક્ભાઈ થઈમ વગેરે ટીમ વ્યવસ્થા જાળવવામા સહભાગી બની હતી.

આ કાર્યક્રમનું આયોજન અગાઉથી નકકી હોય અને આ સમયે ચુંટણીની તારીખો જાહેર થઈ જતા પોલીસ સ્ટાફ ચુંટણીના ક્રામમા વ્યસ્ત હોવા છતા પોરબંદર જિલ્લા ક્લેક્ટર અશોક શર્મા ની સુચનાથી પોરબદરના એસ.પી. રવિ મોહન સેનિ, ડીવાયએસપી નિલમબેન ગૌસ્વામી, મામલતદારએ આ કાર્યક્રમ માટે પરમીશન આપતા તેઓનો સમસ્ત ગુજરાત સિપાઈ સમાજ ટ્રસ્ટે આભાર વ્યકત કર્યા હતો અને કાર્યક્રમ સમયે પોરબદર કમલાબાગ વિભાગના પોલીસ ઈન્સ્પેકટર એસ.ડી.સાળુક સહિત સ્ટાફે સવારે ૧૦ થી સાજે ૭ વાગ્યા સુધી સરાહનીય બંદોસ્ત ગોઠવીને ફરજ બજાવી હતી. ટ્રાફીક વ્યવસ્થા ટ્રાફીક બ્રિગેડ અને સિકયુરીટી સર્વિસ દ્વારા જાળવવામા આવી હતી. જે બદલ સમસ્ત સિપાઈ સમાજ ટ્રસ્ટહ-ગુજરાત દ્વારા આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સ્વાગત ગેટ પાસે રહેલ સેલ્ફીપોઈન્ટ લોકોમા આકર્ષણનું કેનદ બન્યો હતો અને આવેલા સૌ મહેમાનોએ ત્યા પોતાની યાદગીરીરૂપે ફોટો પડાવ્યો હતો.

વહેલી સવારે પોરબંદર પહોંચેલા મહેમાનો ચોપાટી, ગાધીજી જન્મ સ્થળ કીર્તિમંદિર તેમજ હયાતનનબીની દરગાહ ખાતે મોટી સંખ્યામા ફરવા પહોંચી ગયા હતા. તેવી યાદી ગુજરાત સિપાઈ સમાજ ટ્રસ્ટના ડો. અવેશ એ. ચૌહાણ અને ઈસ્માઈલખાન શેરવાનીએ પાઠવી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે