પોરબંદર જીલ્લામાં વાહન અકસ્માતો નિવારવા રોડ સેફ્ટી ઓડીટ તથા ટ્રાફિક અવેરનેસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું,
પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા અને અકસ્માત નિવારણ બાબતે રોડ સેફ્ટી અવેરનેસ સેમીનાર નું આયોજન પોલીસ હેડ કવાટર , જીલ્લા તાલીમ કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ, ટ્રાફિક પોલીસ તથા ટ્રાફિક બિગ્રેડના જવાનોને ટ્રાફિક નિયમો, સરકારની અકસ્માતમાં ભોગ બનનારને મળતી આર્થિક સહાય અંગેની યોજના વિષે તેમજ માર્ગ અકસ્માતમાં ભોગ બનનારને મદદરૂપ થનાર ગુડ સમરીટનને મળતા પુરસ્કાર અંગે માર્ગદર્શન રાજકોટ સ્થિત રોડ સેફ્ટી નિષ્ણાંત જે.વી.શાહ તથા અમદાવાદ સ્થિત રોડ સેફ્ટી નિષ્ણાંત અમિત ખત્રી દ્વારા આપવામાં આવ્યું હતું.
જીલ્લાના જુદા-જુદા માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા અને અકસ્માત નિવારણ બાબતે રોડ સેફ્ટી ઓડીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ એજન્સીઓ આર.ટી.ઓ.,આર એન્ડ બી, એન.એચ.એ.આઈ., રાજકોટ, પોરબંદર, રાણાવાવ, કુતિયાણા પાલિકા ના અધિકારીઓએ જોઇન્ટ વિઝીટ કરી હતી. આ વિઝીટ બાદ પોલીસ મીટીંગ રાખવામાં આવી હતી જેમાં રોડ સેફ્ટી નિષ્ણાંતો દ્વારા માર્ગ અકસ્માતો અટકાવવા સુધારાત્મક પગલા અંગે માર્ગદર્શન આપ્યું હતું.




