રાણાવાવ ગામે ચિશતીયા સીલસીલાના ઓલિયાએ કીરામ “હઝરત અચબલ શાહ પીર રદીઅલ્લાહો અનહો” ના શાનદાર ચાર દિવસ સુધી ઉજવાનારા ઉર્ષ શરીફ નો આજે તા: 26-1-2024 શુક્રવારથી પ્રારંભ થઈ રહ્યો છે. અનેક નૂરાની કાર્યક્રમોના સથવારે આ શાનદાર ઉર્ષ શરીફ ઉજવાશે.
નૂરાની ઉર્ષ શરીફ ના પ્રારંભના દિવસે આજે તારીખ 26 શુક્રવારે રાત્રે ઈશાની નમાઝ પછી 10 વાગ્યે મહેફીલે મિલાદ શરીફ નો નુરાની કાર્યક્રમ દરગાહ શરીફ પર રાખવામાં આવેલ છે ત્યારબાદ ન્યાઝ શરીફ ખવડાવવામાં આવશે, બીજા દિવસે તારીખ 27 શનિવારે સાંજે છ વાગ્યે દરગાહ શરીફ ના ખાદીમ નુરૂલ અમીન બાપુ ના ઘરેથી ઝંડા મુબારક શરીફ નીકળશે જે દરગાહ શરીફ પર પહોંચશે અને ત્યાર પછી ન્યાઝ નું ખાણું ખવડાવવામાં આવશે અને રાત્રે ઈશાની નમાઝ પછી 10:30 વાગ્યે દરગાહ શરીફ પર ગુસલ શરીફ અને સંદલ શરીફ ચઢાવવામાં આવશે અને ત્યારબાદ ન્યાઝ શરીફ વિતરણ કરવામાં આવશે.
ત્રીજા દિવસે તારીખ 28 રવિવારે સાંજે સાત વાગ્યે ન્યાઝ શરીફનું ખાણું ખવડાવવામાં આવશે અને રાત્રે ઈશાની નમાઝ પછી 10 વાગ્યે દરગાહ શરીફ પર મહેફિલે મિલાદ શરીફ નો ભવ્ય કાર્યક્રમ યોજાશે અને ત્યારબાદ તકરીર નો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે કાર્યક્રમ પછી ન્યાઝ શરીફ વિતરણ કરવામાં આવશે ઉર્ષ શરીફ ના ચોથા દિવસ તા: 29 સોમવારે બપોરે 12 વાગ્યે દરગાહ શરીફ પર આમ ન્યાઝ શરીફનું ખાણું ખવડાવવામાં આવશે અને સાંજે અસરની નમાઝ પછી દરગાહ શરીફ પર મેહફીલે મિલાદ શરીફ અને સલાતો સલામ અને દુઆ સાથે આ ચાર દિવસના નૂરાની અને શાનદાર ઉર્ષ શરીફ પૂર્ણ થશે.
નૂરાની કાર્યક્રમોના સથવારે યોજાનાર મુબારક અને અફઝલ ઉર્ષ શરીફ ના દરેક કાર્યક્રમમાં હાજરી આપવા દરગાહ શરીફ ના ખાદીમ નુરૂલઅમીન બાપુએ અપીલ કરી છે, તેવી યાદી પોરબંદરના યુવા અગ્રણી આરીફભાઈ ડી. સુર્યાએ પાઠવી છે.