શ્રી પોરબંદર લોહાણા મિત્ર મંડળ દ્વારા લોહાણા મહાજન વાડી ખાતે વૃંદાવન રાસોત્સવનું મહાનુભાવો ના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ 108 શ્રી વસંત બાવા લોહાણા મહાજન ના થાનાઈ ગોર લાલા મહારાજ લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારીયા રાજકોટ થી ખાસ પધારેલ યુવા રઘુવીરસેનાના ચેરમેન કલ્પેશભાઈ હરીશભાઈ પલાણ જીલ્લા વિકાસ અધિકારી IAS કેતનભાઈ ઠક્કર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા તેમજ જ્ઞાતિ ના અન્ય આગેવાનો ની ઉપસ્થિત માં રાસોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો
વૈષ્ણવાચાર્ય પૂજ્ય વસંત બાવા ના આશીર્વચન ઉદબોધનમાં જણાવેલ કે આ જગ્યાએ સતત ૧૮ વર્ષથી શિસ્ત બદ્ધ અને ભક્તિ ભાવપૂર્વક પરિમલ ઠકરારની આગેવાનીમાં ચાલતું વૃંદાવન રાસોત્સવ નું આયોજન ખુબજ સુંદર અને અભિનંદન ને પાત્ર છે શહેરમાં રઘુવંશી જ્ઞાતિજનો ની આ પહેલી પસંદ નું રાસોત્સવ છે…
અન્ય મહાનુભાવે પોતાના વક્તવ્યમાં જણાવેલ કે શક્તિ ઉપાસનાનું પર્વ એટલે માં જગદંબાના નવલા નોરતા અને એ નોરતા સમગ્ર રઘુવંશી જનો.. એક છત્ર નીચે એકઠા થઈ અને ગરબે ઘૂમે એટલે સાક્ષાત, અહી વૃંદાવન ખડું થાય છે.
અનેક જ્ઞાતિ અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ રાસોત્સવનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવેલો.. જેમાં મહાજન મંત્રી રાજુભાઈ લાખાણી,નાથુભાઈ ઠકરાર,ભાવિનભાઈ કારીયા, ગોવિંદા ઠકરાર ,શૈલેષભાઈ રાયચુરા, વીપીન ભાઈ કકડ, અતુલભાઇ કારીયા રાહુલ કોટેચા , કૌશલ રાયચુરા, શાહિલ કોટેચા,શાંતિલાલ કારીયા, વિજયભાઈ ઉનડકટ, વગેરે જ્ઞાતિ તેમજ મહાજન અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી… વૃંદાવન રાસોત્સવ ના પ્રમુખ પરિમલ ઠકરાર તેમજ રાસોત્સવ ની સમગ્ર ટીમને સુંદર આયોજન બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.
સમગ્ર આયોજનમાં લોહાણા મિત્ર મંડળના પ્રમુખ પરિમલ ઠકરાર ના માર્ગદર્શન નીચે પ્રોજેક્ટ ચેરમેન નિતેશ માવાણી, ઉજ્જવલ લાખાણી, કેતન કોટેચા, મયુર લાખાણી, ભાવેશ કોટેચા, જયેશ રાડીયા, રાજ પોપટ તેમજ લોહાણા યુવા શક્તિ ના પ્રમુખ મિલનભાઈ કારીયા તેમજ યુવા શક્તિની સમગ્ર ટીમ તેમજ દરેક મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે..
સમગ્ર આયોજનનું સંચાલન જીતેશ રાયઠઠા દ્વારા તેમની વિશિષ્ટ શૈલીમાં કરવામાં આવ્યું હતું.
















