Monday, October 14, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના સિધ્ધેશ્વર મહાદેવ મંદિર ના 24 માં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી

પોરબંદર ના હાઉસિંગ બોર્ડ કોલોનીમાં આવેલ  સીધેશ્વર મહાદેવ મન્દિર  ના 23 મા પાટોત્સવ નુ ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં  આવેલ હતું. પોરબંદર મા છેલ્લા બે દાયકાથી સામાજિક અધ્યાત્મિક અને સેવાકીય ક્ષેત્રે અનોખું સ્થાન ધરાવતા શ્રી સિધેશ્વર મહાદેવ મંદિર મિત્ર મંડળ દ્વવારા જી. ઈ. બી ગેઇટ  સામે આવેલા શ્રી સિધેશ્વર મહાદેવ મંદિર ખાતે   સાગરપુત્ર સમન્વય પાયોનિયર અને રોટરી ક્લબ ના પ્રમુખ પ્રવીણ ભાઈ ખોરાવા (બાપુ )  ના આર્થિક સહયોગ દ્વવારા આ 24મા પાટોસત્વ ના અવસરે આજુ બાજુ સોસાયટી ના 1000  જેટલાં ભક્ત જનોએ ભોજન રૂપે મહા પ્રસાદ લીધો હતો

મંદિર મિત્ર મંડળ ના પ્રમુખ દેવાભાઈ ગાગલિયા તથા સિધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ જગદીશ ભાઈ. પટેલ  ના માર્ગદર્શન હેઠળ શહેર મા અનેક સેવાકીય પ્રવૃત્તિ મા સક્રિય યોગ દાન આપનાર સમાજ સેવી પ્રવીણભાઈ ખોરાવા ની હાજરીમા યોજાયેલા આ પાટોત્સવ પ્રસંગે નગર પાલિકા ના પ્રમુખ ચેતનાબેન  તિવારી, એજયુકેશન કમિટી ના ચેરમેન  લીલાવતીબેન મોતીવરસ,અર્જુનભાઈ મોઢવાડીયા, રામદેભાઈ મોઢવાડીયા  ડો સુરેશભાઈ ગાંધી, રાજનભાઈ મોઢા, જયન ભાઈ ખૂંટી, ઘનશ્યામભાઈ મહેતા સુનિલભાઈ ગોહિલ, ભરતભાઈ લાખાણી ડો ઈશ્વરભાઈ ભરડા, ડો મોતીવરસ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં  આ પાટોસત્વ પ્રસંગે  સવારે આરતી સાથે મન્દિર પર ધ્વજાં રોહણ બાદ યજ્ઞોત્સ્વ , સાંજે સંધ્યા આરતી, મહા પ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાયા હતાં. આ ભવ્ય અને દિવ્ય ધાર્મિક ઉત્સવ ને સફળ બનાવવા શ્રી સિધેશ્વર મહા દેવ મિત્ર મંડળ ના સૌ સેવાભાવી યુવાનો ,મહિલા સ ત્સ ગ મંડળ સહીત ના ભક્તજનો એ  સારી જહેમત ઉઠાવી આ ઉત્સવ ને  સફળ બનાવ્યો હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે