પોરબંદર ચોપાટી ખાતે બીચ ફૂટબોલ અને બીચ ફૂટબોલ કોચ સેમીનાર નું આયોજન કરવામાં આવશે જે અંગે રાજ્ય ફૂટબોલ એસોસિએશન ના હોદેદારો એ અહીની મુલાકાત લઇ ચર્ચા વિચારણા કરી હતી.
પોરબંદર ખાતે ગુજરાત રાજ્ય ફુટબોલ એસોસિયેશન અને ‘ ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશન ‘ ના ગ્રાસ રૂટ સ્કૂલ ફુટબોલ કમિટી ના ચેરમેન અને એશિયન બીચ ફુટબોલ કમિટી ના સભ્ય મૂળરાજસિંહ ચુડાસમા એ ક્રિકેટર અને અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજા ની મુલાકાત લીધી હતી. તેમની સાથે જીએસએફ એના ફુટબોલ કમિટી ના સભ્યો હાજર રહ્યા હતા. આ મિટિંગ મા પોરબંદર જિલ્લા ફુટબોલ એસોસિયેશન ના સેક્રેટરી કૃષ્ણકાંત સિમરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી દિવસો મા સમુદ્ર કિનારે ચોપાટી પર બીચ ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં માટે અને આગમી ઓક્ટોમ્બર મહિના મા બીચ ફુટબોલ કોચ સેમિનાર નું આયોજન કરવા માટે સ્થળ અને શહેર મુલાકાત તેમજ સુવિધા નું અવલોકન માટે અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જીએસએફ એ અને એ આઈ એફ એફ દ્વારા સુંદર સમુદ્ર કિનારે ચોપાટી ની સારી રીતે સફાઈ અને લેવલ કરવાની પણ ભલામણ કરવામાં આવી હતી. જે અંગે આગામી દિવસોમાં પાલીકા પ્રમુખ, ધારાસભ્ય પાસે રજૂઆત કરવામા આવશે, જેથી પોરબંદરના બીચ ને દેશ ના બીચ ફુટબોલ ટુર્નામેન્ટ ના નકશા પર જગ્યાં મળી શકે તેમ છે. અહીના સમુદ્ર કિનારે ચોપાટી પર જો બીચ ફુટબોલ નું આયોજન કરવામાં આવે તો ચોક્કસ આગામી દિવસોમાં પ્રવાસીઓ અને પ્રવાસન માટે પણ એક આકર્ષણ નું કેન્દ્ર બની શકે છે. બીચ ફૂટબોલ ને લઇ ને રમતગમત પ્રેમીઓ માં અત્યાર થી જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે.