પોરબંદર જીલ્લા નું નવું વર્ષ પ્રવાસન અને ઔદ્યોગિક ક્ષેત્રે સારું નીવડે તેવા ઉજળા સંજોગો ઉભા થયા છે. જેમાં ભારવાડા નજીક વિદેશી કંપની અબજો નું રોકાણ કરે તે માટે ચક્રો ગતિમાન થયા છે બીજી તરફ મિયાણી બીચ પર મહાત્મા ગાંધીજી નું વિશાળ સ્ટેચ્યુ ઓફ મહાત્મા નું પણ નિર્માણ કરવામાં આવશે.
પોરબંદર જીલ્લા માં ખાસ કોઈ ઉદ્યોગો નથી અને અગાઉ જે ઉદ્યોગો વર્ષો થી કાર્યરત હતા તે પણ ધીરે ધીરે બંધ થવા લાગ્યા છે. ઉપરાંત જેના પર અર્થતંત્ર નિર્ભર છે. તે મત્સ્યોદ્યોગ પણ પાયમાલી ના આરે છે. જેથી અહી થી હિજરત જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. અનેક પરિવાર રાજકોટ,અમદાવાદ સહિતના શહેરો માં સ્થાયી થવા લાગ્યા છે. વર્ષ 1972 ની સાલથી કાર્યરત પોરબંદર-GIDC માં મોટા ભાગના ઉદ્યોગોમાં બેરીંગ અને મીનરલ્સ બેઇઝ ઔદ્યોગિક એકમો ઉપરાંત બરફના કારખાનાઓ મોટા પ્રમાણમાં કાર્યરત હતા, પરંતુ છેલ્લા થોડા સમયથી બેરીંગ ઉદ્યોગ રાજકોટ સ્થળાંતરિત થઇ જતા પોરબંદર GIDC માં ધમધમતા બેરીંગના નાના-મોટા અનેક કારખાનાઓ બંધ થઇ જતા હાલ પોરબંદર-GIDC ની માઠી બેઠી છે.
ત્યારે તાજેતર માં ચેમ્બર ઓફ કોમર્સ ના સ્નેહમિલન દરમ્યાન કેન્દ્રીય મંત્રી અને પોરબંદર ના સાંસદ મનસુખભાઈ માંડવીયા એ એક વિદેશી કંપની લગભગ ૩૦ હજાર કરોડ નું રોકાણ કરવા માંગતી હોવાનું અને કાગળ નો માવો બનાવવા માટે આ ફેક્ટરી ભારત માં કાર્યરત થવા ઈચ્છુક હોવાનું તેઓએ જણાવ્યું હતું અને આ કમ્પની ને તેઓએ પોતાના મત વિસ્તાર પોરબંદર નું સૂચન કર્યું હતું આથી કમ્પની દ્વારા તેના સર્વે સહિતની કામગીરી શરુ થઇ હોવાનું જાણવા મળે છે બીજી તરફ આ કમ્પની દ્વારા પોરબંદર થી ૧૮ કીમી દુર આવેલ બગવદર ગામ અને ભારવાડા વચ્ચે સર્વે બાદ ઉદ્યોગ સ્થાપવા નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યુ છે જેથી આ કંપની માટે આ વિસ્તાર માં જમીન પર થયેલા દબાણ અંગે પણ નોટીસ આપવામાં આવી હોવાનું તેમજ જમીન સંપાદન અંગેની કાર્યવાહી પણ શરુ થઇ હોવાનું જાણવા મળે છે જેથી જીલ્લા નો ઔદ્યોગિક વિકાસ વેગ પકડે તેવી શક્યતા જણાઈ રહી છે કારણ કે એક ઉદ્યોગ આવશે તો તેની સાથે અન્ય નાના ઉધ્ગ્યોગ પણ આવે તેવી આશા સેવાઇ રહી છે. સી
સ્ટેચ્યુ ઓફ મહાત્મા નું નિર્માણ મિયાણી બીચ પર થશે
બીજી તરફ જીલ્લા નો પ્રવાસન ક્ષેત્રે પણ વિકાસ માં વેગ આવશે કારણ કે થોડા દિવસ પૂર્વે આદિત્યાણામાં રહેતા લીલાભાઈ મોઢવાડીયાએ સરકારને રજુઆત કરીને પોરબંદરમાં ગાંધીજી જન્મ્યા હોવાથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ‘સ્ટેચ્યુ ઓફ મહાત્મા’ એટલે કે ગાંધીજીની વિશાળ પ્રતિમા મૂકવા માંગ કરી હતી.જે અંગે ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લીમીટેડ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો છે કે મીયાણી બીચ તરફના સ્ટ્રેચ પર મહાત્મા ગાંધીની વિશાળ પ્રતિમા સાથે સ્કલ્પચર ગાર્ડન બનાવવા માટે સરકારની સૈધ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે તેમજ આ પ્રોજેકટ માટે આર્કિટેક્ટ કમ કન્સલ્ટન્ટની નિમણૂંકની પ્રક્રિયા પ્રગતિમાં છે કલેકટર આ પ્રોજેકટ અંતર્ગત જમીનની ફાળવણી કરશે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યુ છે. અને કલેકટર દ્વારા પણ જમીન પસંદગી ત્વરિત થાય તે માટે યાદી પાઠવવામાં આવી છે.જેના પગલે શહેરીજનો માં ખુશી જોવા મળે છે