પોરબંદર માં નિવૃત પોલીસકર્મીની પત્નીના ગળા માંથી દોઢ માસ પૂર્વે બે શખ્સો એ સોનાના ચેન અને માળા ની ચીલઝડપ કરી હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ના છાયા ખડા વિસ્તાર માં રહેતા નિવૃત પોલીસકર્મી માલદેભાઈ ભાયાભાઈ ઓડેદરા ના પત્ની વેજીબેન(ઉવ ૪૬)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તા ૧૩/૦૮ ના રોજ સાંજના તેઓ એસીસી કમ્પાઉન્ડમાં આવેલ ભીમેશ્વર મહાદેવ ના મંદિરે દર્શન કરી પગપાળા ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે એક ડબલ સવારી બાઈક ચાલકે તેની સાઈડ કાપી આગળ ઉભા રહ્યા હતા.
ત્યાર બાદ બાઈક માં પાછળ બેઠેલા શખ્શે વેજીબેને પહેરેલ સોનાની ચેઈન તથા સોનાની માળા ની ચીલ ઝડપ કરી બંને શખ્સો એ.સી.સી ના ક્વાર્ટર તરફ પુરઝડપે નાસી ગયા હતા. જેથી ગભરાઈ ગયેલા વેજીબેને તુરંત પોતાના પતી ને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. અને તપાસ કરી હતી પરંતુ કોઈ હાથ લાગ્યું ન હતું. આ અંગે શોધખોળ કર્યા બાદ પણ ન મળતા અંતે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં બે શખ્સો એ રૂ બે લાખની કીમત ના ચાર તોલા ના દાગીનાની ચીલઝડપ કરી હોવાનું ફરિયાદ માં જણાવ્યું છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.