પોરબંદર ની ડૉ.વી.આર.ગોઢાણીયા પી.જી. સેન્ટરમાં અભ્યાસ કરતી વૈશાલી દિલીપભાઈ સવજાણી એ જીસેટ (ગુજરાત સ્ટેટ લેવલ એલીજીબિલિટી ટેસ્ટ)ની રાજ્ય સ્તરની આસિસ્ટન્ટ પ્રોફેસરની સ્પર્ધાત્મક પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
કહેવાય છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ વાત આ વિદ્યાર્થીની ને બરાબર બંધ બેસે છે. હજુ તો આ વિદ્યાર્થીની એમ.કોમ.સેમ.-3 માંથી સેમ.-4 માં પ્રવેશી છે. અને માસ્ટર્સના અભ્યાસની સાથો સાથ જ આવી કપરી ગણાતી પરીક્ષા ખૂબ જ સારા માર્કસ સાથે પાસ કરી પોતાની આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની લાયકાત અત્યારથી જ સિદ્ધ કરી બતાવી છે. વૈશાલી સવજાણી આ માટે ગોઢાણીયા કોલેજની કોમર્સની ફેકલ્ટીઝ દ્વારા કરાવામાં આવતી કોમર્સની વિષયલક્ષી વિભાવનાઓ અને ખ્યાલો તલસ્પર્શી રીતે સુસ્પષ્ટ કરાવામા આવે છે. એ બાબત અને અથાગ પરિશ્રમ બંને બાબતોને સમાન રીતે મહત્વપૂર્ણ ગણાવે છે. આ તકે સમગ્ર માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ ડૉ વિરમભાઇ ગોઢાણીયા, એક્ટિવ ટ્રસ્ટી ડૉ હીનાબેન ઓડેદરા , પ્રિન્સીપાલ ડૉ. કેતન શાહ, પી.જી. કોમર્સ સેન્ટરનાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પ્રો.જાનકીબેન કોટેચા તેમજ સમગ્ર ફેકલ્ટી દ્વારા શુભેચ્છા સાથે ઉજ્જવળ કારકિર્દીનાં આશીર્વાદ પાઠવ્યા છે.