રાજ્ય સરકારના પ્રજાહિતલક્ષી અભિગમથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોરબંદર જિલ્લામાં માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સવારે ૧૦ કલાકે મહાનુભવોની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે.
ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી લાભાર્થીઓને સીધે સીધો મળી રહે તે માટે સમગ્ર આયોજન કરાયું છે.જેમાં સાંસદ રમેશભાઈ ધડુક,ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા સહીત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.આ ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને વિવિધ વિભાગો દ્વારા અમલી યોજનાઓની લાખો રૂપિયાની સહાય કીટ વિતરણ કરવામાં આવશે.