પોરબંદરમાં સામાજિક, સેવાકીય પ્રવૃત્તિઓ પ્રત્યે અગ્રેસર સંસ્થા થનગનાટ ગ્રુપ દ્વારા આજે સતત પચીસમા વર્ષે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ માં જે કોઇ રકત આપશે તેમને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સીઝન પાસ આપવામાં આવશે.
થનગનાટ ગૃપ ઓફ પોરબંદર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે રાસોત્સવનું ભવ્ય આયોજન સતત પચીસમાં વર્ષે થઇ રહ્યું છે. ત્યારે સમાજ ઉપયોગી કાર્યને સિધ્ધ કરતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રુપના મેમ્બર સ્વ. લખુભાઇ મુરૂભાઇ કડછા તથા પોરબંદરના ખ્યાતનામ આર્ટીસ્ટ અને સાથી સંગાથી સ્વ. નિલેષ (પપ્પુભાઇ) છોટુભાઇ ઓડેદરાની સ્મૃતિ સાથે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રકતદાતાઓને થનગનાટ રાસોત્સવ-૨૦૨૩ના સીઝન પાસ ફ્રી આપવામાં આવશે. આ રક્તદાન કેમ્પ આજે તા. ૮-૧૦-૨૩ને રવિવારના રોજ સવારે ૯ થી ૧ વાગ્યા દરમિયાન શ્રીરામ બ્લડ બેન્ક ખીજડીપ્લોટ સામે, સ્વામીનારાયણ મંદિરની પાસે રાખવામાં આવેલ છે. થનગનાટ ગ્રુપ દ્વારા રકતદાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરી થેલેસેમીયા પીડિત બાળકોના લાભાર્થે થતા સેવાકાર્યમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.