પોરબંદર ની ડો વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ એનએસએસ વિભાગ દ્વારા કોલેજ કેમ્પસ તેમજ માણેકચોકમાં આવેલ ગાંધી પ્રતિમાની સફાઈ કરી પુષ્પમાળા અર્પણ કરી હતી
સરકાર ના’સ્વચ્છતા હી સેવા હે અભિયાન’ અંતર્ગત ડોક્ટર વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ એનએસએસ વિભાગ દ્વારા કોલેજ કેમ્પસ તેમજ માણેકચોકમાં ગાંધી પ્રતિમાની સફાઈ સાથે પુષ્પમાળા અર્પણ કરી કીર્તિ મંદિરની મુલાકાત લેવામાં આવેલ. આ કાર્યક્રમમાં 100 થી વધુ વિદ્યાર્થીની બહેનો જોડાયેલ ગાંધીજીના જીવન વિશે જાણકારી મેળવી મારુ જીવન એ જ મારો સંદેશ ને પણ સાદગી સ્વરૂપે આજની યુવા પેઢી પોતાના વ્યવહારમાં અને આચરણમાં લાવે તે અંગેનું માર્ગદર્શન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર વાઘેલા સાહેબ તેમજ પ્રાધ્યાપક અનુજાબેન પટેલને આપ્યું હતું.
આ સાથે ગોઢાણીયા કોલેજ ખાતે લાઇબ્રેરી વિભાગમાં ગાંધીજીના જીવન લક્ષી પુસ્તકોનું પ્રદર્શન પણ કરવામાં આવેલ હતું જેમાં ગાંધીના અક્ષરદેહથી લઈ ગાંધીજી ની આત્મકથા તેમજ ગાંધીજી વિશે લખાયેલા અમૂલ્ય પુસ્તકોનું પ્રદર્શન નિહાળી કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વતંત્રતા સંગ્રામમાં ગાંધીજીના યોગદાન અંગે માહિતી પ્રાપ્ત કરેલ હતી. પુસ્તક પ્રદર્શન નું ઉદ્ઘાટન કરતા ની સાથે લાઇબેરીયન ભાસ્કરભાઈ જાની એ લાઇબ્રેરીમાં રહેલા પુસ્તકો અંગે તેમ જ ગાંધીજીના જીવન અંગે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવેલ હતું ડો. રેખાબેન મોઢા દ્વારા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર હોવાથી વૈશ્વિક સ્તરે આજે પોરબંદરનું નામ પણ ગર્વથી લેવાય છે. તેમજ ગાંધીજીના વિચારો આજે પણ કેટલા પ્રાસંગિક રહ્યા છે તે અંગે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા સાહેબ તેમજ પ્રિન્સિપલ કેતનભાઇ શાહ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર એમ એન વાઘેલા પ્રાધ્યાપક અનુજા પટેલ દ્વારા કરવામાં આવેલ હતું.