જામનગર નજીક લાખાબાવળ ગામના પાટીયા પાસે આવેલ ખુબ જાણીતા એવા સેવન સીઝન રીસોર્ટમાં ગત મોડી રાત્રે જુગાર રમતા 8 શખ્સ તથા 1 મહિલાને રોકડ મોબાઇલ ફોન, ફોરવ્હીલ મળી કુલ રૂ.9,24,900/- મુદામાલ સાથે જામનગર એલસીબીએ ઝડપી પાડ્યા છે ઉલ્લેખનીય વાત એછેકે, ખેલાડીઓ છેક પોરબંદર અને જામજોધપુરથી જુગાર રમવા આવ્યા હતા.
એલ.સી.બી. પીઆઈ જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના હરદીપભાઇ ધાધલ, શીવભદ્રસિંહ જાડેજા તથા ફીરોજભાઇ ખફીને ચોક્કસ બાતમી મળેલ કે, જામનગર ખંભાળીયા હાઇવે રોડ પર લાખાબાવળ ગામના પાટીયા પાસે આવેલ સેવન સીઝન રીસોર્ટમાં પોરબંદરનો રહેવાસી રાજનભાઇ નાગાજણભાઇ ઓડેદરા અન્ય માણસના નામે રૂમ બુક કરાવી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે જેથી એલસીબીએ આ સ્થળે દરોડો પાડ્યો હતો, તે દરમ્યાન 8 શખ્સ અને 1 મહિલાને રોકડ રૂ. 2,49,900, મોબાઇલ ફોન નંગ-8 કિ.રૂ.75,000 અર્ટીગા કાર કિ.રૂ.4,00,000 તથા ઇકો કિ.રૂ.2,00,000 તથા ગંજીપતાના કેટ નંગ-2 મળી કુલ રૂ.9,24,900/- ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ દોલતસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પીએસઆઈ એસ.પી.ગોહિલએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. દરોડા દરમ્યાન 5 આરોપીઓ નાશી ગયેલ હોય જેઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.આ હાઈ પ્રોફાઈલ દરોડાને લઈને શહેરભરમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પકડાયેલ આરોપીઓઃ-
રાજનભાઇ નાગાજણભાઇ ઓડેદરા રહે, બોખીરા, તુમડા વિસ્તાર, હનુમાન ડાડાના મંદિર પાછળ, પોરબંદર
દેવશીભાઇ લાખણશીભાઇ ઓડેદરા રહે. ભાવપરાગામ તા.જી.પોરબંદર
પોપટભાઇ ભીમાભાઇ ઓડેદરા રહે. રોકડીયા હનુમાન મંદીર પાસે, ગીતાનગર ગેટની બાજુમાં પોરબંદર
દિલીપભાઇ હમીરભાઇ મોઢવાડીયા રહે. મીલપરા શેરી નંબર-2, કડીયા પ્લોટ પોરબંદર
પ્રતિકભાઇ રમેશભાઇ જોષી રહે. સન્યાશી આશ્રમ પાસે, ગંજીવાડો, જામજોધપુર જી.જામનગર
વિરેન્દ્રભાઇ રાણશીભાઇ ધારાણી રહે. રાજાણી મીલ પ્લોટ, જામજોધપુર, જી.જામનગર
હરદાસભાઇ નાગાજણભાઇ ઓડેદરા રહે. રોકડીયા હનુમાન મંદિર પાસે, મારૂતી પાર્ક, પોરબંદર
દિલીપભાઇ પ્રભાશંકરભાઇ વ્યાસ રહે. તીરૂપતી સોસાયટી, જામજોધપુર જી.જામનગર
મધુબેન પુનાભાઇ ધરણાંતભાઇ સુવા રહે. ખાખીજાળીયાગામ તા.ઉપલેટા જી.રાજકોટ
-પકડવાના બાકી આરોપીઓ:-
ભાયાભાઇ ઓડેદરા રહે. કોટડાગામ તા.કુતીયાણા જી.પોરબંદર,
અજયભાઇ ખુટી રહે. બોખીરા તુબડા વિસ્તાર, પોરબંદર,
ભીમભાઇ ઓડેદરા રહે. કોટડાગામ તા.કુતીયાણા જી.પોરબંદર,
ગુલાબભાઇ વ્યાસ રહે, જામજોધપુર જી.જામનગર,
મુનાભાઇ ઉર્ફે ચીતો પરસાણીયા પટેલ રહે. જામજોધપુર જી.જામનગર, – સચીનભાઇ સીપરીયા રહે. જામનગર (સેવન સીઝન રીસોર્ટમાં રૂમ બુક કરાવનાર)