પોરબંદરમાં અનેકવિધ સામાજીક સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા પાયોનિયર ક્લબ તથા સાગરપુત્ર સમન્વય સંસ્થા દ્વારા પોરબંદરની ૯૦ મહિલાઓને નિઃશુલ્ક કચ્છની યાત્રાએ લઇ જવાઇ છે તથા તમામ વ્યવસ્થા વિનામુલ્યે કરી અપાઈ છે.
પોરબંદર પાયોનિયર ક્લબ તથા સાગરપુત્ર સમન્વય દ્વારા અઢળક સેવાપ્રવૃતિઓ થઇ રહી છે. અને અનેક વખત મહિલાઓને નિઃશુલ્ક ચાત્રા પ્રવાસે પ્રવીણભાઈ ખોરાવા પરીવાર દ્વારા લઇ જવાયા છે. ત્યારે વધુ એક વખત આ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ઝુરીબાગ અને કૈલાશ ગેરેજ પાસેથી બે બસ દ્વારા ૯૦ મહિલાઓને નિઃશુલ્ક ૩ દિવસ કચ્છ માતાનો મઢ અને કચ્છના ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે જવા માટે લીલાબેન મોતીવરસની આગેવાની હેઠળ બે બસને પ્રસ્થાન કરાવેલ છે. આ પ્રસ્થાન સમયે ક્લબના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા,યશ ખોરાવા,દેવશ્રી ખોરાવા,જયેન્દ્રભાઈ ખુંટી,હરજીવનભાઈ કોટીયા,મહેન્દ્રભાઈ જુંગી,જયેશભાઈ માંડવીયા,હિતેન્દ્રસિંહ જાડેજા અને મયુર કુહાડાએ હાજરી આપી હતી.આ યાત્રાના સ્પોન્સર પ્રવીણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવા છે, ત્યારે તેમની આ પ્રવૃતિને સૌએ બિરદાવી છે