પોરબંદરમાં બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પ અને સંસ્કાર શિબિર યોજાશે.
પોરબંદરમાં ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા.૨૦-૫ થી તા.૨૯-૫ સુધી સવારના ૭ થી ૯૦ વાગ્યા સુધી ૭ થી ૧૫ વર્ષના બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રજીસ્ટ્રેશનની અંતિમ તા. ૧૩-૫ છે. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાત રાજયના ૩૩ જિલ્લાઓ અને મહાનગર પાલિકાઓમાં ૨૦૦ જેટલા યોગ સમર કેમ્પ નું આયોજન કરાશે. જેમાં ૨૦,૦૦૦ જેટલા બાળયોગીઓ ને જોડવામાં આવશે. યોગ તાલીમ અને સંસ્કારની તાલીમ યોગના સંચાલક અને સહસંચાલક યોગ કોચ અને યોગ ટ્રેનરો દ્વારા આપવામાં આવશે. અને દરરોજ પોષ્ટિક નાસ્તો અને એનર્જી ડ્રીંક આપવામાં આવશે. યોગની બુક આપવામાં આવશે પોરબંદર જીલ્લામાં ચાર યોગ સમર કેમ્પ મંજુર થયા છે.
તેમાં.(૧) ડૉ.વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજ ખીજડી પ્લોટ પોરબંદર માં સંચાલક હર્ષાબેન દાસા,મો.9924299541,સહ સંચાલક મનીષાબેન પંડિત,સહ સંચાલક કોમલ બેન દેવરુખકર (૨)ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કુલ પોરબંદર સંચાલક ગોરધન ભાઈ ચાવડા,મો.9427501475.સહસંચાલક મહેશભાઈ મોતીવરસ સહ સંચાલક અંજલિબેન ગંધ્રોકિયા (૩) આર્ય સમાજ પોરબંદર ખાતે માં યોગ સમર કેમ્પ ના સંચાલક સુનીલભાઈ ડાંકી મો.9099194919,સહ સંચાલક મીરાબેન પંડ્યા સહ સંચાલક વિશ્વાબેન ગોહેલ (૪) પાર્ટી પ્લોટ કરીમ નગર રાણાવાવ ના સંચાલક નફીસાબેન ઢાલાની,mo 9924072010.સહસંચાલક ખીમાભાઇ મારું,સહ સંચાલક અંનસોયાબેન પરમાર આ યોગ સમર કેમ્પ દશ દિવસ માં બાળ યોગીઓ નો સર્વાર્ગિક વિકાસ થાય અને આવતું ભારત તનથી, મનથી, બૌધિક રીતે અને સર્વાંગિક રીતે નિરોગી બને એવા મહાન ઉદ્દેશ્ય થી અને હર ઘર યોગ કરતા થાય.લોકો નિરોગી બને.આ યોગ સમર કેમ્પ માં રજિસ્ટ્રેશન વહેલા તે પહેલાં ના ધોરણે લેવામાં આવશે. એક યોગ સમર કેમ્પ માં 100 યોગીબાળકો ની સંખ્યા ની મર્યાદા છે તો ચાલો આપણા બાળકો ને આ યોગ સમર કેમ્પ માં વિના મુલ્યે છે આ યોગ સમર કેમ્પ માં આપણાં બાળકો ને યોગ સાથે સંસ્કારી બનાવવામાં આવશે.ચલો બાળયોગ બનીએ તેવી યાદી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના પોરબંદર જિલ્લા યોગ કો. ઓડીનેટર જીવાભાઈ કે.ખુંટી ની યાદી જણાવે છે.