Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં વેકેશન દરમ્યાન એક સાથે ૧૪-૧૪ એક્ટીવીટી કોર્સ નું વિનામૂલ્યે આયોજન:સમરકેમ્પ નો લાભ લેવા અપીલ કરાઈ

ફરી એક વખત પોરબંદરના આંગણે નિઃશુલ્ક સમર કેમ્પનું ભવ્ય આયોજન થઈ રહ્યું હોય તો પોરબંદરના તમામ ભાઈઓ,બહેનો ,બાળકો ,ગૃહિણીઓને વિનંતી કરવામાં આવે છે કે આ સરસ મજાના વેકેશનનો સમર કેમ્પ દ્વારા ભરપૂર લાભ ઉઠાવો.

માતા – પિતા , વડીલો તથા પરમ કૃપાળુ પરમાત્મા ની અસીમ કૃપાથી છેલ્લા સાત વર્ષથી સતત બાળકો, વિદ્યાર્થીઓ તથા ગૃહિણીઓ માટે માય છોટા સ્કૂલ- પ્રી સ્કૂલ સંસ્થા દ્વારા પોરબંદરમાં ભવ્ય સમર કેમ્પ નું આયોજન થઈ રહ્યું છે.સતત આઠમા વર્ષે પણ આ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલું છે. અને આ આયોજનના ભાગરૂપે બાળકો, વિદ્યાર્થી ભાઈ બહેનો , ગૃહિણીઓ માટે ઘણા બધા અલગ અલગ 14 એક્ટિવિટી કોર્સ શરૂ થવા જઇ રહ્યા છે. આ સમર કેમ્પનો અત્યાર સુધીમાં લગભગ-લગભગ ૬૦૦૦ હજાર થી પણ વધારે વિદ્યાર્થી ભાઈ બહેનો , બાળકો તથા ગૃહિણીઓએ લાભ લીધેલો છે. આ સમર કેમ્પ ના તમામ કોર્સ ખૂબ જ અનુભવી તથા પોરબંદરના ખ્યાતના શિક્ષકો દ્વારા કરાવવામાં આવે છે.

તારીખ 05/05/2025 થી 30/05/2025 સુધી પોરબંદર ના વિદ્યાર્થી ભાઈઓ , બહેનો તથા ગૃહિણીઓ માટે સરસ મજાના સમર કેમ્પ નું માય છોટા સ્કૂલ – પોરબંદર સંસ્થા દ્વારા ચોપાટી પાસે આવેલી સ્વ. વસનજી ખેરાજ સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પ ના તમામ કોર્ષ નિશુલ્ક રાખેલા છે. આ સમર કેમ્પ કરવાનો એક જ હેતુ કે સમર કેમ્પ માં આવનાર દરેક વ્યક્તિ ની અંદર રહેલી શક્તિ બહાર આવે અને સાથે એમનો સર્વાંગી વિકાસ થાય અને આ પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થી ભાઈઓ ,બહેનો, બાળકો તથા મહિલાઓ માં રહેલી સ્કીલ બહાર આવે અને પોરબંદર નું તથા એમનાં પરિવાર નું નામ રોશન થાય.

આ સમર કેમ્પ ના કોર્સ જેવા કે, ડાન્સ, પેઇન્ટિંગ એન્ડ કલરિંગ, ગ્લાસ પેઇન્ટિંગ, રેઝીન આર્ટ , ગ્લાસ પેઇન્ટિંગ, વૈદિક મેથ્સ , સ્પોકન ઇંગ્લિશ, ક્રિકેટ વિથ સેફ્ટી કિટ ,ફોટોગ્રાફી વર્કશોપ, મહિલાઓ તથા ગૃહિણીઓ માટે ઝુંબા (ફિટનેસ કોર્સ) , પાર્લર કોર્ષ, મહેંદી કોર્ષ,3D/મહારાષ્ટ્રીયન રંગોળી,નેઇલ આર્ટ ,હેર સ્ટાઇલ કોર્સ, જેવા કોર્ષ નું આયોજન કરેલું છે. આ સમર વેકેશન કેમ્પ કરવાનો હેતુ બાળકો , મહિલાઓ તથા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ ને પોરબંદર ના ખ્યાતનામ શિક્ષકો દ્વારા એકિતવિતી વાઈઝ સચોટ શિક્ષણ અપાવી અને સ્ટેજ અપાવી અને ભવિષ્ય માં આગળ વધારવાનું છે. આ ભવ્ય આયોજન માય છોટા સ્કૂલ- પ્રી સ્કૂલ પોરબંદર સંસ્થાના મયુરભાઈ કુહાડા તથા રૂહીબેન કોટિયા સાથે સમર કેમ્પ ના તમામ વોલેન્ટિયર જેવા કે નીવભાઈ કોટિયા , જીતભાઈ જૂંગી ,રાધિકાબેન મોતીવસ , દેવર્ષિબેન ખોરવા, હર્ષભાઈ જૂંગિ, માનવભાઈ ધાયાણી,દ્રષ્ટિબેન બાદરશાહી , રાજભાઈ મોરી , નેન્સીબેન કોટિયા , યાચનાબેન કષ્ટા , દિવ્યેશાબેન મોતીવરસ, જયભાઈ સિંધવ વગેરે ની મહેનત તથા મેનેજમેન્ટ હેઠળ આ સફળ આયોજન કરવામાં આવે છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે