પોરબંદરમાં પ્રવાસઅર્થે આવતા વિવિધ શાળા ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા શિયાળ અને મોદી પરિવાર દ્વારા કરવામાં આવી છે.
પોરબંદર એ ગાંધી જન્મભૂમિ ની સાથોસાથ શ્રી કૃષ્ણસખા સુદામાની પાવનભૂમિ છે, અને અહીં વિશ્વ નું એકમાત્ર સુદામા મંદિર આવેલું છે, અને પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા નિર્મિત સંદીપની આશ્રમ ઉપરાંત ફરવા લાયક રમણીય દરિયાકાંઠો આવેલ હોવાથી પોરબંદર આસપાસ અને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ પ્રવાસ માટે લાવવામાં આવે છે. ત્યારે સ્વ. હીરાલાલભાઈ (ઇકુભાઈ) ગગનભાઈ શિયાળના સ્મરણાર્થે રણછોડભાઈ ગગનભાઈ શિયાળ, મયુરભાઈ તથા હિરેનભાઈ હીરાલાલ શિયાળ અને મનુભાઈ મોદી તથા સાગરભાઈ મોદી દ્વારા વિશિષ્ટ આયોજન હાથ ધરવામાં આવ્યું છે
તેમાં ગાંધી-સુદામા નગરી પોરબંદરના પ્રવાસે આવતા ગુજરાત રાજ્ય ની તમામ શાળાના વિદ્યાર્થીઓ ને વિનામૂલ્યે મહાપ્રસાદી (જમવા) ની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેનો લાભ લેવા સર્વે શાળા સંચાલકો ને શિયાળ તથા મોદી પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ મહાપ્રસાદી (ભોજન) નો લાભ લેવા ઇચ્છતી શાળા ના સંચાલકો એ વ્યવસ્થાના ભાગરૂપે 3 (ત્રણ) દિવસ પહેલા મનુભાઈ મોદી મો.98252 30384, કાનાભાઇ મોં. 96246 42031, અક્ષીત કાનાબાર મોં. 70165 92708 ઉપર જાણ કરવાની રહેશે. ભાણજી લવજી સેનેટરી, રેલવે સ્ટેશન સામે, એસ.વી.પી. રોડ, પોરબંદર ખાતે આ મહાપ્રસાદી નું આયોજન બપોરે 11:30 થી 3:00 દરમિયાન કરવામાં આવેલ છે. આ પ્રસાદી સેવા તા. 18 ડિસેમ્બર 2024 બુધવાર થી શરુ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ આ પ્રકાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેને ખુબ જ પ્રતિસાદ મળ્યો હતો અને 25000 વિદ્યાર્થીઓ એ ભોજન નો લાભ લીધો હતો, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર એ પણ આ પ્રવૃત્તિની નોંધ લઇ ને ટ્વીટર ના માધ્યમ થી બિરદાવી હતી. ત્યારે સતત બીજા વર્ષે થયેલ આ આયોજન ને પોરબંદરવાસીઓ બિરદાવી રહ્યા છે.