પોરબંદરમાં “હર ઘર તુલસીજી’અભિયાન અંતર્ગત વધુ ૩૦૧ કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.આજે શનિવારે ચકલી ના ૫૦૦ કુંડા નું પણ વિતરણ કરવામાં આવશે.
પોરબંદર નાં સદ્દભાવના સેવા મંડળ દ્વારા ” હર ઘર તુલસીજી ” સેવા સંકલ્પ અંતર્ગત તા.2 નાં રોજ 301 તુલસીજી નાં તૈયાર કુંડા નું ભક્તજનોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું.નગરજનો નાં ઉત્સાહ થી ફકત અડધી કલાક માંજ તમામ કુંડા નું વિતરણ કાર્ય સંપન્ન થયું હતું.કુલ 6 રાઉન્ડ માં દાતાઓના સહયોગ થી 1200 થી વધારે તુલસીજી નાં તૈયાર કુંડા નું નિઃશુલ્ક વિતરણ કરાયું છે.આ સીઝન હવે પૂર્ણ થયેલ હોય હવે નવી સીઝન માં 07 મો રાઉન્ડ જૂન – 2024 થી ફરી શરૂ થશે.
આ વિતરણ માં ડો. સુરેશભાઈ ગાંધી , ડો. કરગથરા , રજનીભાઇ ઓધવજી મોઢા , મહિલા અગ્રણી ભાવનાબેન છેલાવડા , અશોકભાઈ સાયાણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
301 કુંડા તૈયાર કરવાની સેવા માં અને વિતરણ કાર્ય માં સદ્દભાવના સેવા મંડળ નાં ઉત્સવભાઈ રૂપારેલિયા , કમલેશભાઈ રાણીંગા , જીગ્નેશભાઈ કોટેચા , પ્રકાશભાઈ રૂપારેલ ,પ્રવીણભાઈ દાવડા ,કમલેશભાઈ રૂપારેલિયા સાથે અન્ય સેવાભાવી નવલગીરી ગોસ્વામી , હિતેષભાઇ લાલચેતા , શ્યામભાઇ રાયકુંડલીયા ,રસિકભાઈ તન્ના અને રોહિતભાઈ ઠકરાર એ જહેમત ઉઠાવી હતી. સમગ્ર આયોજન માં પંકજભાઈ મજીઠીયા પરિવાર અને ખીજડી પ્લોટ સામે નાં સ્વામિનારાયણ મંદિર નો સુંદર સહયોગ રહ્યો હતો.
વલ્લભપ્રભુ સત્સંગ મંડળ અને સદ્દભાવના સેવા મંડળ નાં સંયુકત ઉપક્રમે ” ચકલી બચાવો ” અભિયાન અંતર્ગત આજે તા.4 ને શનિવારે સવારે 11 કલાક થી ખીજડી પ્લોટ સામે સ્વામિનારાયણ મંદિર પાસે 500 જેટલાં વિશિષ્ટ પ્રકાર નાં ચકલી ઘર (માળા) નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. વ્યક્તિ દીઠ 1 માળો વહેલા તે પહેલા નાં ધોરણે આપવામાં આવશે જેનો લાભ લઈ ” ચકલી બચાવો ” અભિયાન માં જોડાવા નગરજનો અનુરોધ કરવામાં આવ્યો છે.