Monday, September 26, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે વિના મુલ્યે સર્વજ્ઞાતિ સૈન્ય ભરતી માર્ગદર્શન સેમિનાર યોજાયો:લાયબ્રેરી નું પણ લોકાર્પણ કરાયું

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ રચિત મહેર યુવા સમિતિ આયોજિત સર્વ જ્ઞાતિના યુવાનો માટે સૈન્ય ભરતી માર્ગદર્શન સેમીનારનું તા. ૦૭/૦૮/૨૦૨૨ને રવિવારના રોજ પોરબંદરના મહેર વિદ્યાર્થી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ માર્ગદર્શન સેમિનારની શરૂઆત મહેર જ્ઞાતિની ઓળખ એવા રાણાભાઇસીડા ની વિશ્વ વિખ્યાત છાયા રાસ મંડળી દ્વારા ઢાલ-તલવાર નો શૌર્ય રાસ રજુકરી આમંત્રિત મહેમાનો તથા યુવાનોમાં અનેરું જાેમ જગાડેલહતુ.

આ માર્ગદર્શન સેમીનારને ખુલ્લો મુકતા સર્વપ્રથમ મહેર સમાજના સંત શિરોમણી અને શિક્ષણના હિમાયતી પૂજ્ય માલદેવ બાપુની સૂક્ષ્મ હાજરીમાં દીપ પ્રગટાવી ને કરવામાં આવેલ હતું. મહેર સમાજના પરંપરાગત પહેરવેશમાં દીકરી સૃષ્ટી ઓડેદરા એ મહેમાનો નું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરેલ હતું. આ તકે સંસ્થાના ઉપપ્રમુખ નવઘણભાઈએલ. મોઢવાડિયા પોતાના સ્વાગત પ્રવાચન માં સંસ્થાના ઉપપ્રમુખઓ, આમંત્રિત મહેમાનો,ટ્રસ્ટીઓ,કાર્યકર્તા ભાઈઓ તેમજ આ માર્ગદર્શન
સેમીનારમાં ભાગ લેવા આવેલ યુવાન ભાઈઓ-બહેનોનું શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરવામાં આવેલ હતું.

સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાજ્ઞાતિ સંગઠન અને સંસ્થાની વિવિધ પ્રવૃતિઓના સંકલનના ભાગ રૂપે હાલ કેનેડાના પ્રવાસે હોઈ તો આ તકે આ માર્ગદર્શન સેમીનાર માં પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવેલ કે આપણો વિસ્તાર શુરવીર અને સૌર્ય ધરાવતા યુવાનોનો છે. તો આ માર્ગદર્શન સેમીનાર માં જાેડાયેલ યુવાનોને પ્રોત્સાહિત કરી ભારતીય સેનામાં જાેડાવાના આ અવસર નો લાભ લેવા સૌને અપીલ કરી હતી.

ત્યાર બાદ દિકરી સૃષ્ટીએ પોતાની આગવી રજૂઆતમાં મહેર સમાજના વીર શહીદ સેકન્ડ લેફન્ટનન્ટ વીર શહીદ નાગાર્જુનસિસોદિયાએમાતૃભુમી ના રક્ષણ કાજે આપેલ બલિદાન ને યાદ કરી આ સેમીનાર માં ઉપસ્થિત રહેલા નવ યુવાનોને માતૃભુમી ના રક્ષણ કાજે ભારતીય સેના માં જાેડવા હાકલ કરી હતી.

આ કાર્યક્રમ ના દોર ને આગળ ધપાવતા સંસ્થાના ઉપપ્રમુખ અને લઘુ ઉદ્યોગના માર્ગદર્શક લાખાભાઈ કેશવાલાએ પોતાના વક્તવ્યમાં જણાવેલ માતૃભુમીના રક્ષણ કાજે મળેલ આ અવસર નો લાભ ગુજરાતના દરેક યુવાનો લે અને ભારતના જુદાજુદા પ્રાંત ની જુદી-જુદી રેજીમેન્ટ માં આપણી ગુજરાત રેજીમેન્ટ ની પણ રચના થાય અને ભારતીય સેનામાં ગુજરાતના યુવાનોનું સ્થાન મોખરે આવે તે માટે યુવાઓને પ્રોત્સાહિત કાર્ય હતા.

હાલ ભારતીય સેનામાં સરકારશ્રી તરફથી અગ્નિપથ અને ટેરોટીયલ આર્મીમાં જાેડવા માટેની ની જે ભરતી યોજના બહાર પાડી છે. તેના સંદર્ભમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલર રચીત યુવા સમિતિ ના કન્વીનર અને એક્સ આર્મી મેન રાણાભાઇઓડેદરા એ અગ્નિપથ અને ટેરોટીયલ આર્મી ભરતી પ્રક્રિયા બાબતે યુવાનોને માર્ગદર્શિતકર્યા હતા. આ માર્ગદર્શનસેમીનારમાં ઉપરોક્ત બંને યોજનાઓમાં કેવીરીતે યુવાનો અરજી કરી શકે તેમજ આ ભરતી માટેના શારીરિક માપદંડો વિષે
માહિતગાર કર્યા હતા.આ ભરતી પ્રક્રિયા માટે શારીરિક અને લેખિત પરીક્ષા વિશે યુવાનોને માર્ગદર્શન પૂરું પડેલ હતું.

સરદાર વલ્લભભાઈ પટેલ નેવલબેઝ કેમ્પ ના લેફ્ટનન્ટ રોહિત ધાનઘણએ આ માર્ગદર્શન સેમીનાર માં ઉપસ્થિત રહી અગ્નિપથ યોજના હેઠળ ભારતીય નેવીમાં પ્રવેશ મેળવવા માટે માહિતી તેમજ શારીરિક ક્ષમતા અને શૈક્ષણિક લાયકાત વિષે યુવાનો ને માર્ગદર્શિતકર્યા હતા. તેમજ આ યોજના હેઠળ તેમજ નેવીમાં ભરતી બાબત ની માર્ગદર્શિકા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ ના કાર્યાલયે આપેલ છે.

આ સેમીનાર ના મુખ્ય અધ્યક્ષ અને ભારતીય સેનાના આન, બાન અને શાન સમા તેમજ શૌર્ય ચક્ર તથા સેના મેડલ વિજેતા કર્નલ રાજેશ સિહસાહેબે ખાસ ઉપસ્થિત રહી ભારતીય સેનામાં યુવાઓ એ શા માટે જાેડાવું તેના માટે માહિતી આપી હતી.હાલ ભારતીય સેના વિશ્વ ની પ્રમુખ સેનાઓ માં સ્થાન ધરાવે છે. અને ભારતીય સેના ના સભ્ય બનવું એ એક ગૌરવ ની વાત છે. સરકારની આગ્નીપથ અને ટેરોટીયલ આર્મી ભરતી પ્રક્રિયા યુવાનો માટે એક ખુબજ ઉપયોગી તક છે. કે જે યુવાનો માતૃભૂમિની રક્ષણ કાજે સેનામાં જાેડવા ઈચ્છે છે. ભારતીય સેનામાં જાેડાયેલા દરેક જવાનો ને ખુબ ઉપયોગી માર્ગદર્શન તેમજ અનુભવ પ્રાપ્ત થાય છે. તેમજ વિદેશની સેનાઓ સાથે પણ પ્રેક્ટીસ કરવાની તક પ્રાપ્ત થાય છે. ભારતીય સેનામાં વધુ માં વધુ યુવાનો જાેડાય એવી મંચ પરથી અપીલ કરી હતી.

આ સેમીનાર માં ભારતીય સેનાના કર્નલ રાજેશ સિહની ખાસ ઉપસ્થિતિ મહેર સમાજ તેમજ પોરબંદર વિસ્તારના માન, સન્માન અને ગૌરવના ત્રિવેણી સંગમ રૂપે રહી આ તકે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થા દ્વારાઉપપ્રમુખો બચુભાઈ આંત્રોલીયા,લાખાભાઈ કેશવાલા અને નવઘણભાઈએલ. મોઢવાડિયા એ કર્નલ રાજેશ સિહ શેખાવતને મોમેન્ટો અર્પણ કરેલ.કાર્યક્રમના અંતે આભાર વિધિ મહેર યુવા સમિતિ ના કન્વીનર હમીરભાઈ ખીસ્તરીયા દ્વારા કરવામાં આવેલ હતું તેમજ સ્ટેજ સંચાલન નીરવભાઈ જાેષી દ્વારા કરવામાં આવેલ હતું.

આ માર્ગદર્શન સેમીનાર માં કર્નલ રાજેશ સિહશેખાવત,લેફન્ટનન્ટ રોહિત ધાનઘણ , નાયબ સુબેદાર નિખિલેશ તેમજ સંસ્થાના ઉપપ્રમુખો બચુભાઈ આંત્રોલીયા, લાખાભાઈ કેશવાલા, નવઘણભાઈ એલ. મોઢવાડિયા તેમજ ટ્રસ્ટી અરજનભાઈ ખીસ્તરીયા, રાજકોટ સિટી કાઉન્સીલ પ્રમુખ નાગેસભાઇ ઓડેદરા, સંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ રાણાભાઇસીડા, ભોજાભાઈ આગઠ, નીલેશભાઈ પરમાર, નાથાભાઈ ઓડેદરા,અરશીભાઇ કુછડીયા તેમજ મહેર વિદ્યાર્થી ભવન સમિતિના કેશુભાઈ વાઘ, કેશુભાઈ ખુંટી, તેમજ બહોળી સંખ્યામાં એક્સ આર્મીમેન સહિત બહોળી સંખ્યામાં પોરબંદર અને આસપાસના વિસ્તારના યુવાનો, ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા

આ કાર્યક્રમની સફળતા માટે જ્ઞાતિના ઓફિસર્સ, ઉપપ્રમુખ લાખાભાઈ કેશવાલા, જીતેન્દ્રભાઈ વદર, રાણાભાઇ ઓડેદરા, હમીરભાઈ ખીસ્તરીયા તેમજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ કાર્યાલય, શ્રી મહેર વિદ્યાર્થી ભવનના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી સમૂહ રાષ્ટ્રગાન બાદ આ સેમિનાર પૂર્ણ જાહેર કરેલ.

શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા મહેર જ્ઞાતિના સ્પધત્મિક પરીક્ષાની તૈયારી કરતા યુવા વર્ગ તેમજ સાહિત્યના વાચક વર્ગ માટે પોરબંદર ખાતે શ્રી મહેર વિધાર્થી ભવન ખાતે પુસ્તકાલયનું લોકાપર્ણ કરવામાં આવેલ હતું. આ પુસ્તકાલય માટે સંસ્થાના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ વદરના સંકલનથી મહેર ઓફિસર્સ ગ્રુપમાંથી વિમલજીભાઈ ઓડેદરા, મુળુભાઈ ગોઢાણીયા, જીતેન્દ્રભાઈ વદર, નાથાભાઈ દિવરાણીયા સહિતના અધિકારીઓના અનુદાનથી સ્પધત્મિક પરીક્ષાના પુસ્તકો તથા રાજકોટ સીટી કાઉન્સીલના પ્રમુખ નાગેસભાઈ ઓડેદરાના આર્થિક સહયોગથી સાહિત્યના પુસ્તકોનું અનુદાન પ્રાપ્ત થયેલ તેમજ પ્રતિબેન બાપોદરાના માર્ગદર્શન દ્વારા પોરબંદર ખાત સંસ્થા દ્વારા પુસ્તકાલય ની રચના કરવામાં આવેલ છે

આમંત્રિત કર્નલ રાજેશસિહ તથા દાતા નાગેસભાઈ ઓડેદરાના વરદ હસ્તે આ પુસ્તકાલયનું લોકપર્ણ કરવામાં આવેલ હતું- આ પુસ્તકા લય લોકાપર્ણ કાર્યકમમાં સંસ્થાના ઉપપ્રમુખો બચુભાઈ આત્રોલીયા,લાખાભાઈ કેશવાલાતથા નવઘણભાઈ એલ.મોઢવાડિયા,સંસ્થાના ટ્રસ્ટી અરજનભાઈ ખીસ્તરીયા, લેફ- રોહિત ધાનખાર (નેવલ બેઈઝ પોરબંદર), નાયબ સુબેદાર નિખીલેશ, સંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ રાણા ભાઈ સીડા, ભોજાભાઈ આગઠ, નિલેશભાઈ પરમાર કેશુભાઈ ખુંટી,રાણાભાઈ ઓડદરા, હમીરભાઈ ખીસ્તરીયા સહિતના કાર્યકતા ભાઈઓ તથા બહોળી સંખ્યામાં વિધાર્થી ભાઈઓ બહેનો હાજર રહયા હતા.

આ પુસ્તકાલય શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ કાર્યાલય, શ્રી મહેર વિધાર્થી ભવન એરપોર્ટ રોડ, માધવાણી કોલેજ સામે, શ્રી રામ પેટ્રોલિયમ સર્વિસ રોડ, પોરબંદર ખાતે સોમથી શનિ સવારે ૯ – ૩૦ થી સાજે ૬ – ૩૦ સુધી ખુલ્લુ રહેશે. આ પુસ્તકાલયનો વધુમા વધુ લાભ લેવા સંસ્થા દ્વારા અપિલ કરવામાં આવે છે.


		

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે