પોરબંદર માં અઠવાડિયા પૂર્વે યુવાન ની થયેલ હત્યા મામલે પોલીસે ચોથા આરોપી ને હનુમાનગઢ નજીક થી ઝડપી લીધો છે.
પોરબંદર ના જ્યુબેલી બોખીરા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા હિતેશ ઉર્ફે હીરેન ભના કારાવદરા નામના ૨૯ વર્ષીય યુવાન ને અગાઉ રાણાવાવ રહેતી હેતલ મોઢવાડીયા સાથે પ્રેમસંબંધ હતો પરંતુ હેતલના લગ્ન થઇ ગયા બાદ તેની સાથે સંબંધ પૂરા થઈ ગયા હતા પરંતુ હેતલના ભાઈ સંજય રાજુભાઈ મોઢવાડીયા (ઉ.વ.૨૧ રહે. રાણાવાવ બસ સ્ટેન્ડ પાછળ હરીઓમ સોસાયટી) અને પતી રમેશ ચનાભાઈ કેશવાલા (ઉ.વ.૨૬ રહે. રાણાવાવ બસ સ્ટેન્ડ પાછળ હરીઓમ સોસાયટી)એ ગત તા ૨૯-૧૨ ના રોજ તેને સમાધાન માટે બોલાવ્યા બાદ હેતલ ની હાજરી માં જ રાહુલ ઉર્ફે લીખો ચનાભાઇ કેશવાલા (ઉ.વ.૨૩ રહે. રાણાવાવ સ્ટેશન પ્લોટ જીનમીલ પાસે) અને અજાણ્યા શખ્સ સાથે મળી લોખંડ ના પાઈપ અને લાકડા ના ધોકા વડે હુમલો કરી મોત નીપજાવ્યું હતું.
જે મામલે પોલીસે રમેશ,સંજય અને રાહુલ ને ઝડપી લઇ એક દિવસ ના રિમાન્ડ પર લીધા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા ત્રણેય ને જેલહવાલે કરાયા હતા રિમાન્ડ દરમ્યાન આ હત્યા માં સંડોવાયેલ ચોથો શખ્સ ભરત નવઘણભાઇ ઓડેદરા (ઉ.વ.૨૭ રહે. સેવક દેવરીયા ગામ તા.ભાણવડ) હોવાનું સામે આવ્યું હતું જે અંગે એલસીબી ટીમ ને બાતમી મળી હતી કે ભરત હનુમાનગઢ થી તરસાઈ જતા ત્રણ રસ્તે આવનાર છે જેથી એલ.સી.બી. ટીમેં તુરંત ત્યાં વોચ ગોઠવી ભરત ને ઝડપી લીધો હતો અને તેની વધુ પુછપરછ હાથ ધરી છે.