Tuesday, December 3, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ખંભાળા ડેમમાં માચ્છીમારી માટે હોડી સાથે જઈ રહેલા સાત શખ્સો ની વન વિભાગ દ્વારા ધરપકડ

પોરબંદરના બરડા અભયારણ્યમાં અપપ્રવેશ કરી સાત શખ્સોએ ગેરકાયદેસર માચ્છીમારીની હીલચાલ કરતા વન વિભાગે તમામ સામે ગુન્હો નોંધી દંડ પેટે એક લાખ છવ્વીસ હજારની એડવાન્સ રીકવરીની કાર્યવાહી કરી છે.

રાણાવાવ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.આર.ભમ્મરના માર્ગદર્શન હેઠળ વન વિભાગ ની ટીમ બરડા અભયારણ્ય વિસ્તારમાં વન્યપ્રાણી સંવર્ધન અને સંરક્ષણ કામગીરીમાં હતી તે દરમ્યાન રાણાવાવ રેન્જની સ્ટેશન કટકી બીટમાં ભતવારીથી ધોરીવાવ વાળા જંગલ રસ્તા પર બોલેરો વાહન તથા હોડી સાથે અજાણ્યા સાત શખ્સો મળી આવતા વન વિભાગે પુછપરછ કરતા નઝીર ઉંમર સુમરા રહે. પોરબંદર, શબ્બીર મુસા જુણેજા રહે. પોરબંદર, સલીમ ગફાર મનસુરી રે. માણવદર, અરૂણ સીંકદર શાહની રે. પતારી (બીહાર), ચૌહાણ દિપેન શાન્તીલાલ રે. રાણાવાવ, મોહમ્મદ અઝીમ અશરફ મન્સુરી રે. પોરબંદર તથા સંતોષ ડોમુ સહની રે. બરઈઠા (બીહાર) હોવાનું જણાવ્યું હતું અને તેઓ ખંભાળા ડેમમાં માચ્છીમારી કરવાના હેતુથી આવ્યા હોવાનું પણ જણાવ્યું હતું જે અન્વયે તેના પર બરડા અભયારણ્યમાં અપ પ્રવેશ કરવા તથા ખંભાળા ડેમમાં માચ્છીમારી કરવાના હેતુ સબબ રાણાવાવ રેન્જના રેન્જ માં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની ૨,૯, ૨૭,,૫૦,૫૧ અને ૫૨ મુજબની કલમ અન્વયે ગુન્હો નોધવામાં આવ્યો હતો અને દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.આર.ભમ્મર દ્વારા ગુન્હા સબબના સાત તહોમતદાર પાસેથી દંડ પેટે રકમ રૂા. ૧,૨૬,૦૦૦ એડવાન્સ રીકવરી વસુલ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. અને કબ્જે કરેલ મુદ્દામાલમાં મહીન્દ્રા બોલેરો પીકપ વાહન નં. જી.જે. ૨૫.યુ. ૨૬૨૬ તથા લાકડા પતરાની હોડી નંગ-૧ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓમાં આર.એફ.ઓ.એસ.આર.ભમ્મર,, વનપાલ આર.બી.કારેણા, એ.જે.ભાટુ, એલ.ડી.બડીયાવદરા, એચ.એસ.માળીયા, વનરક્ષક પી.જે.માળીયા, કે.એમ.બાપોદરા સહિતની ટીમ જોડાઈ હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે